સાવરકુંડલામાં ગેસ વિતરણમાં તંત્રનો કડક હસ્તક્ષેપ, રાહત માટે તાત્કાલિક પગલાં
અમરેલી, 16 એપ્રિલ (હિ.સ.) : સાવરકુંડલા શહેરમાં ગેસ એજન્સીની અયોગ્ય વ્યવસ્થા અને સિલિન્ડર વિતરણમાં થતા વિલંબને કારણે છેલ્લા બે મહિનાથી હજારો લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. ખાસ કરીને ઉનાળાની કાળજાળ ગરમીમાં પુરુષો, મહિલાઓ અને વૃદ્ધોને લાંબી લાઈનોમ
સાવરકુંડલામાં ગેસ વિતરણમાં તંત્રનો કડક હસ્તક્ષેપ, રાહત માટે તાત્કાલિક પગલાં


અમરેલી, 16 એપ્રિલ (હિ.સ.) : સાવરકુંડલા શહેરમાં ગેસ એજન્સીની અયોગ્ય વ્યવસ્થા અને સિલિન્ડર વિતરણમાં થતા વિલંબને કારણે છેલ્લા બે મહિનાથી હજારો લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. ખાસ કરીને ઉનાળાની કાળજાળ ગરમીમાં પુરુષો, મહિલાઓ અને વૃદ્ધોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું, જેમાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો.

Indian ગેસની એજન્સી તરીકે કાર્યરત AeroGas Agency, જેને બાબાભાઈ શેઠ સંભાળે છે, ત્યાંથી સતત ફરિયાદો મળતા તંત્ર સક્રિય બન્યું હતું. બે દિવસ પહેલા એરીયા મેનેજર ગુપ્તા, પ્રાંત અધિકારી, મામલતદાર, પુરવઠા અધિકારી અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સહિતની ટીમે સ્થળ મુલાકાત લઈને લોકોની મુશ્કેલીઓ સાંભળી હતી.

આ મુલાકાત બાદ તંત્રએ તાત્કાલિક નિર્ણય લઈ આજે સવારથી જ ગેસ વિતરણ વ્યવસ્થા પોતાના હાથમાં સંભાળી છે. પ્રાંત અધિકારી, મામલતદાર, પુરવઠા વિભાગ અને શહેર પોલીસના સંકલનથી સુચારૂ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

વ્યવસ્થાના ભાગરૂપે શહેરમાં 175 સિલિન્ડરની હોમ ડિલિવરી કરવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 100 ગ્રાહકોને સિલિન્ડર આપવામાં આવ્યા છે. તંત્રના આ પગલાંથી સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande