
પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કુલ 20 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે જેમાં 11 બેઠક પોરબંદર મહાનગરપાલિકાની છે.
*મહાનગરપાલિકા ની વિગત*
પોરબંદર મહાનગરપાલિકાની પ૨ બેઠકો ઉપરની ચૂંટણી યોજવાની હતી જેમાંથી ભાજપની 11 બેઠકો બિનહરીફ થઈ છે અને હવે 41 બેઠકો ઉપર ચૂંટણી યોજવાની છે.
*મહાનગરપાલિકામાં 106 ઉમેદવારો મેદાનમાં*
પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપના 41 ઉમેદવારો કોંગ્રેસના 31 ઉમેદવારો, બહુજન સમાજ પાર્ટીના એક ઉમેદવાર,આમ આદમી પાર્ટીના 30 ઉમેદવાર અને અપક્ષ ત્રણ મળી કુલ 106 ઉમેદવારો મેદાનમાં છે.
*પોરબંદર જિલ્લા પંચાયતની વિગત*
પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકમાંથી બે બેઠકો ભાજપની બિનહરીફ થઈ છે અને 16 બેઠકો ઉપર ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.
*39 ઉમેદવારો વચ્ચે જિલ્લા પંચાયતનો જંગ*
પોરબંદર જિલ્લા પંચાયતની 16 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જેમાં ભાજપના 16 ઉમેદવારો કોંગ્રેસના 14 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવાર તથા એક અપક્ષ મળી 39 ઉમેદવારો મેદાને છે.
*પોરબંદર તાલુકા પંચાયતની વિગત*
પોરબંદર તાલુકા પંચાયતની 22 સીટ ઉપર ચૂંટણી યોજવાની હતી જેમાંથી ભાજપની ચાર સીટ બીનહરીફ થતા હવે 18 બેઠકો ઉપર ચૂંટણીનું આયોજન કરવામાં આવનાર છે.
*પોરબંદર તાલુકા પંચાયતમાં 41 ઉમેદવારો મેદાને*
પોરબંદર તાલુકા પંચાયતમાં 18 બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં ભાજપના 18 ઉમેદવાર કોંગ્રેસના 13 ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના 10 ઉમેદવાર મળી કુલ 41 મુરતિયાઓ મેદાને છે.
*રાણાવાવ તાલુકા પંચાયતની વિગત*
રાણાવાવ તાલુકા પંચાયતની 16 સીટ ઉપર ચૂંટણી યોજવાની હતી જેમાંથી ભાજપની બે બેઠકો બિનહરીફ થઈ છે તેથી હવે 14 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે.
*રાણાવાવ તાલુકા પંચાયતમાં 32 મુરતિયાઓ મેદાને*
રાણાવાવ તાલુકા પંચાયતની 14 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે જેમાં ભાજપ અને કોંગ્રેસના 14– 14 ઉમેદવારો તથા આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારો મળી કુલ 32 મુરતિયાઓ મેદાને છે.
*કુતિયાણા તાલુકા પંચાયતની વિગત*
કુતિયાણા તાલુકા પંચાયતની 16 સીટ ઉપર ચૂંટણી યોજવાની હતી જેમાંથી ભાજપની એક સીટ બીન હરીક થઈ છે તેથી હવે 15 સીટ ઉપર ચૂંટણી યોજાશે.
*કુતિયાણા તાલુકા પંચાયતમાં 37 ઉમેદવારો મેદાને*
કુતિયાણા તાલુકા પંચાયતની 15 સીટ ઉપર ચૂંટણી યોજાશે જેમાં ભાજપના 15 ઉમેદવારો કોંગ્રેસના 13 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના સાત ઉમેદવારો સહિત અપક્ષના બે ઉમેદવારો મળી કુલ 37 ઉમેદવારો મેદાને છે.
*રાણાવાવ નગરપાલિકાની વિગત*
રાણાવાવ નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણી યોજાશે જેમાં ભાજપના એક ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના એક ઉમેદવાર મેદાને છે. કુલ બે ઉમેદવારો ચૂંટણી લડશે.
*કુતિયાણા નગરપાલિકાની પેટા ચૂંટણી*
કુતિયાણા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણી યોજાશે જેમાં ભાજપના એક ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના એક ઉમેદવાર મળી બે ઉમેદવારો મેદાને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya