
ભાવનગર, 16 એપ્રિલ (હિ.સ.)આજના સમયમાં મહિલાઓ માત્ર ઘર જ નહીં પરંતુ તેઓ આર્થિક રીતે પણ સશક્ત બનવા માટે આગળ વધી રહી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ગૃહ ઉદ્યોગો દ્વારા મહિલાઓ આર્થિક રીતે મજબૂત બની રહ્યા છે.ગામડાંથી લઈને શહેર સુધી અનેક મહિલાઓ વિવિધ પ્રકારના ગૃહ આધારિત વ્યવસાયો શરૂ કરીને સારી આવક મેળવી રહી છે.ઘણા સ્થળોએ મહિલાઓ સિલાઈ, પાપડ-અથાણા બનાવટ, મસાલા બનાવટ, તેમજ હસ્તકલા જેવા અનેક પ્રકારના નાના મોટા વ્યવસાય શરૂ કરી રહ્યા છે આ ઉપરાંત મહિલાઓ આત્મ નિર્ભર બને તે માટે અનેક યોજનાઓ તેમજ સહાય પણ અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ પણ મહિલાઓ લઈ રહ્યા છે.
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેતા ગુજરીયા અનિલાબેન જેઓ ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે શરૂઆતમાં તેમના માટે ઘરખર્ચ ચલાવવો પણ મુશ્કેલ બની ગયો હતો. પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે તેઓ કોઈક વ્યવસાય શોધી રહ્યા હતા, ત્યારે તેમને સખી મંડળ વિશે માહિતી મળી. અન્ય મહિલાઓની જેમ તેઓ પણ સખી મંડળ સાથે જોડાયા.તેમણે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ મેળવી સિલાઈ કામ તેમજ ઘરેલુ નાસ્તા બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. આ વ્યવસાયમાં શરૂઆતમાં ત્રણથી ચાર હજાર રૂપિયા જેટલી જ આવક તેઓ મેળવી શકતા હતા પરંતુ ધીરે ધીરે આગળ વધ્યા અને આજે તેઓ દર મહિને 25000 રૂપિયા સુધીની આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે અને પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બન્યા છે.
આ અંગે ગુજરીયા અનિલાબેન શૈલેષભાઈ જણાવ્યું કે મેં પી એમ સ્વ નિધિ યોજના નો લાભ લીધો છે. અગાઉ મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને આર્થિક રીતે પણ થોડી સમસ્યા હોવાના કારણે મેં જોયું તો હાલ અનેક મહિલાઓ યોજનાઓનો લાભ મેળવી અથવા તો લોન મેળવીને પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરીને પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે તે જોઈને મેં પણ આ યોજનાનો લાભ મેળવી વ્યવસાય શરૂ કર્યો છે. સખી મંડળ સાથે જોડાય અને સાડી માટે અલગ અલગ પ્રકારની સિલાઈ કામ કરવાનું કામ કરવાની મેં શરૂઆત કરી હતી.
શરૂઆતમાં ખૂબ ઓછું કામ થતું હતું મહિને ત્રણથી ચાર હજાર રૂપિયાનું જ કામ થતું હતું પરંતુ આજે મારે મહિને 25,000 રૂપિયા સુધીનું કામ થઈ રહ્યું છે આ ઉપરાંત હું અન્ય મહિલાઓને પણ નાના નાના કામો આપીને તેઓને પણ રોજગારી આપી શકું છું.તેની સાથે સાથે હું અલગ અલગ પ્રકારના નાસ્તા પણ તૈયાર કરું છું આ ઉપરાંત સાડી સિવાયનું પણ નાનું મોટું સિલાઈ કામ કરું છું અને જેના થકી હું મહીને સારી એવી આવક મેળવી પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહી છું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT