ચૂંટણીને ધ્યાનમાં રાખીને શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર અને મતદાન અધિકારીઓ માટે તાલીમ યોજાઈ
પાટણ, 16 એપ્રિલ (હિ.સ.) : આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર અને મતદાન અધિકારીઓ માટે તાલીમ યોજાઈ હતી. આ તાલીમ નાયબ મામલતદાર મુકેશભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી અને તેમાં તમા
ચૂંટણીને ધ્યાનમાં રાખીને શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર અને મતદાન અધિકારીઓ માટે તાલીમ યોજાઈ


પાટણ, 16 એપ્રિલ (હિ.સ.) : આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર અને મતદાન અધિકારીઓ માટે તાલીમ યોજાઈ હતી. આ તાલીમ નાયબ મામલતદાર મુકેશભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી અને તેમાં તમામ સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાલીમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈ.વી.એમ. (EVM)નું પ્રદર્શન તેમજ ચૂંટણી કામગીરીમાં પારદર્શિતા અને તકેદારી જાળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નાયબ મામલતદાર મુકેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે મતદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે અને તમામ બૂથ પર સજાગતા તથા જવાબદારીપૂર્વક કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande