
પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના ભોદ ગામના વાડી વિસ્તારમાં ખેતમજુરી કરવા આવેલ મધ્યપ્રદેશની મહિલાએ યુરીયા ખાઇ લેતા સારવાર દરમ્યાન તેનું મોત થયુ છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકસી તાલુકામાં રહેતા અનિલ ભુરીયા દ્વારા રાણાવાવ પોલીસ મથકમાં એવુ જાહેર કરવામા આવ્યુ છે કે તેઓ તેમના પત્ની અનુ ઉર્ફે અનુબાઇ અનીલ ભુરીયા ઉ.વ. 20 સાથે ખેતમજૂરી કરવા માટે પોરબંદર પંથકમાં આવ્યા હતા અને ભોદ ગામના પાટીયા પાસે ભીમભાઇ ખુંટીની વાડીએ રહેતા હતા.
તા.15-4 ના 3 વાગ્યા પહેલા કોઇ કારણોસર અનુ ઉર્ફે અનુબાઇએ ખેતરમાં કામ કરતી હતી તે દરમ્યાન ખેતરમાં છાંટવાનુ યુરીયા ખાતર ખાઇ લીધુ હતુ જેથી તેને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે. આ બનાવે પરપ્રાંતીય મજૂર પરિવાર ઉપર વજ્રઘાત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya