પાટણમાં ભાજપનો આક્રમક પ્રચાર, શિસ્ત અને વિકાસ પર ભાર
પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નં. 9ના ભાજપ ઉમેદવારોના સમર્થનમાં કાર્યાલયનું ઉદ્ઘાટન થયું, જ્યાં પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે કાર્યકર્તાઓને સંબોધતા વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા. તેમણે ક
પાટણમાં ભાજપનો આક્રમક પ્રચાર, શિસ્ત અને વિકાસ પર ભાર


પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નં. 9ના ભાજપ ઉમેદવારોના સમર્થનમાં કાર્યાલયનું ઉદ્ઘાટન થયું, જ્યાં પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે કાર્યકર્તાઓને સંબોધતા વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા. તેમણે કાર્યકર્તાઓને ચેતવણી આપી કે આખી પેનલ જીતવી જરૂરી છે, નહીં તો કોઈને મહત્વના હોદ્દા નહીં મળે. અપક્ષ ઉમેદવારોને સહયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી પક્ષના દરવાજા બંધ કરવાની પણ વાત કરી. ચૂંટાયા પછી ગટર, પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓમાં નિષ્ફળતા સહન નહીં કરવામાં આવે તેવી પણ ચેતવણી આપવામાં આવી. પ્રતિનિધિઓ માટે જવાબદારી અને શિસ્ત પર ભાર મૂકાયો.

કોંગ્રેસ પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું કે ઘણા સ્થળોએ ફોર્મ પરત ખેંચવાથી તેમની નબળી સ્થિતિ સ્પષ્ટ થાય છે. વિરોધીઓને વિકાસ ન દેખાતો હોવાનો આરોપ લગાવી તેમને પ્રતિકાત્મક રીતે આક્ષેપિત કર્યા.

વિકસિત ભારતના વિઝન સાથે તેમણે ભાજપના સમર્થકોને વિકાસના સહયોગી ગણાવ્યા અને મતદારોને ભાજપને જીતાડવા આહવાન કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande