કંસારા રીજુવેનેશન પ્રોજેક્ટને ગતિ આપવા કમિશનરની સાઇટ વિઝિટ
ભાવનગર, 17 એપ્રિલ (હિ.સ.) : આજરોજ કમિશનર દ્વારા શહેરના મહત્વપૂર્ણ કંસારા રીજુવેનેશન પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્ટાફ સાથે વિસ્તૃત સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. હિલપાર્ક બ્રિજ (600 મીટર)થી લઈને રજપૂત વાડા બ્રિજ (6250 મીટર) સુધીના વ
મુલાકાત


ભાવનગર, 17 એપ્રિલ (હિ.સ.) : આજરોજ કમિશનર દ્વારા શહેરના મહત્વપૂર્ણ કંસારા રીજુવેનેશન પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્ટાફ સાથે વિસ્તૃત સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. હિલપાર્ક બ્રિજ (600 મીટર)થી લઈને રજપૂત વાડા બ્રિજ (6250 મીટર) સુધીના વિસ્તારનો સ્થળ પર જ અભ્યાસ કરી પ્રોજેક્ટની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.

સાઇટ વિઝિટ દરમિયાન કમિશનરે પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓનું નિરીક્ષણ કરી કામની ગતિ, ગુણવત્તા તેમજ આયોજન મુજબ કામગીરી આગળ વધી રહી છે કે નહીં તેની માહિતી મેળવી હતી. ખાસ કરીને પ્રોજેક્ટ દરમ્યાન ઊભા થતા પ્રશ્નો અને પડકારો અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પાણીની આવક-જાવક, સફાઈ વ્યવસ્થા, બાંધકામ સંબંધિત મુદ્દાઓ તથા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કામગીરીમાં આવતા અવરોધો અંગે ચર્ચા થઈ.

કમિશનરે અધિકારીઓને સૂચના આપી કે પ્રોજેક્ટને વધુ અસરકારક રીતે અને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ જરૂરી છે. તેમણે કહ્યું કે ટેક્નિકલ સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવી અને જરૂરી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ ઉપરાંત, કમિશનરે સ્થળ પર જ કેટલીક સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું અને જરૂરી સૂચનો પણ આપ્યા. તેમણે જણાવ્યું કે શહેરના વિકાસ માટે આવા રીજુવેનેશન પ્રોજેક્ટ ખૂબ મહત્વના છે, જે પર્યાવરણ સુધારણા અને નાગરિકોને વધુ સારી સુવિધા પૂરી પાડવામાં મદદરૂપ થશે.

આ મુલાકાતથી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ વિભાગોને નવી દિશા અને પ્રેરણા મળી છે, જેથી આવનારા સમયમાં કામ વધુ ગતિશીલ રીતે આગળ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande