આરઆરયુ અને રાજસ્થાન પોલીસ દ્વારા “મિશન કર્મયોગી” તાલીમ હેઠળ અધિકારીઓને સશક્ત બનાવ્યા
ગાંધીનગર, 17 એપ્રિલ (હિ.સ.) : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગુજરાત કેમ્પસે 06 એપ્રિલથી 16 એપ્રિલ 2026 દરમિયાન “મિશન કર્મયોગી – ગુજરાત” હેઠળ 50 કલાકની ક્ષમતાવર્ધક તાલીમ સફળતાપૂર્વક યોજી. આ મહત્વપૂર્ણ પહેલનો હેતુ રાજ્યભરના પોલીસ અધિકારીઓના વ્યાવ
RRU


RRU


ગાંધીનગર, 17 એપ્રિલ (હિ.સ.) : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગુજરાત કેમ્પસે 06 એપ્રિલથી 16 એપ્રિલ 2026 દરમિયાન “મિશન કર્મયોગી – ગુજરાત” હેઠળ 50 કલાકની ક્ષમતાવર્ધક તાલીમ સફળતાપૂર્વક યોજી. આ મહત્વપૂર્ણ પહેલનો હેતુ રાજ્યભરના પોલીસ અધિકારીઓના વ્યાવસાયિક કૌશલ્યોને મજબૂત અને વિકસિત કરવાનો છે. આ કાર્યક્રમ “મિશન કર્મયોગી”ના વ્યાપક દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલ છે, જે કેન્દ્રીય સિવિલ સેવાઓના ક્ષમતાવર્ધન માટેનું રાષ્ટ્રીય કાર્યક્રમ છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ કલ્પાયેલ છે.

ક્ષમતાવર્ધક કાર્યક્રમના સફળ પૂર્ણતાને નિમિત્તે 16 એપ્રિલ 2026ના રોજ RRU ગુજરાત કેમ્પસ ખાતે સમાપન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાંદ્રા (પ્રો વાઇસ-ચાન્સેલર, RRU), લેફ્ટ. (ડૉ.) રૂચિકા સિંગલા (ડિરેક્ટર, સ્કૂલ ઓફ ઇન્ટર્નલ સિક્યુરિટી એન્ડ સ્માર્ટ પોલીસિંગ - SISSP), શ્રી કમલ સિંહ (અસિસ્ટન્ટ ડિરેક્ટર, પ્રોજેક્ટ - SISSP) સહિતના પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા.

સભાને સંબોધતા પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાંદ્રાએ ભાગ લેનાર પોલીસ અધિકારીઓની પ્રતિબદ્ધતાને બિરદાવી અને વડાપ્રધાનના દ્રષ્ટિકોણને પુનરોચ્ચાર કર્યો કે દરેક પોલીસ અધિકારીએ દર વર્ષે 100 કલાક શિક્ષણ, તાલીમ અથવા સમુદાય સેવા માટે યુનિવર્સિટી, NGO અથવા નાગરિક જૂથો સાથે જોડાવું જોઈએ. તેમણે આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત થાય છે અને પોલીસની છબી સુધરે છે તે વાત પર ભાર મૂક્યો.

લેફ્ટ. (ડૉ.) રૂચિકા સિંગલાએ રાજસ્થાન પોલીસના અધિકારીઓ તથા RRU ટીમને તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. દસ દિવસ દરમિયાન અધિકારીઓએ વિવિધ ઇન્ટરએક્ટિવ સત્રો અને વર્કશોપમાં ભાગ લીધો, જેનો હેતુ સમુદાય જોડાણ અને સહયોગ વધારવાનો હતો. આ સત્રો દ્વારા યુવાઓ, NGO, ગામલોકો અને સ્થાનિક સમુદાયોને પ્રેરણા આપી પોલીસ અને સમાજ વચ્ચે વિશ્વાસ, સંવાદ અને સહકાર મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

રાજસ્થાન પોલીસના વિવિધ ક્ષેત્રના અધિકારીઓએ પોતાના અનુભવ અને નિષ્ણાતી દ્વારા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તથા સમુદાયને માર્ગદર્શન આપ્યું. તેઓએ કમ્યુનિટી પોલીસિંગ, ડ્રગ નિયંત્રણ, નશાખોરી, ઘરેલુ હિંસા અને બાળ શોષણ, પોલીસ સંવાદ, સાયબર સિક્યુરિટી, ફ્રોડ અવેરનેસ, ડ્રગ ટ્રાફિકિંગ, ક્રાઇમ પ્રિવેન્શન, ફાઇનાન્સિયલ ફ્રોડ તપાસ, ક્રાઉડ મેનેજમેન્ટ, મહિલા સશક્તિકરણ, તપાસ પદ્ધતિઓ, સુરક્ષામાં મહિલાઓની ભૂમિકા, શારીરિક તંદુરસ્તી અને માનસિક આરોગ્ય માટે ધ્યાનના મહત્વ જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું.

RRU લવાદ કેમ્પસ ખાતે મિશન કર્મયોગી હેઠળ યોજાયેલી આ તાલીમ સફળ સાબિત થઈ અને પોલીસ તથા જનતા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત થયો. ઇન્ટરએક્ટિવ સત્રો દ્વારા ભાગ લેનારાઓને રાજસ્થાન પોલીસની વિવિધ પહેલો વિશે જાણકારી મળી અને તેમના પ્રશ્નોના ઉકેલ મેળવવાની તક મળી.

“મિશન કર્મયોગી” RRU અને રાજસ્થાન પોલીસ દ્વારા હાથ ધરાયેલ એવી પહેલ છે, જે પોલીસ દળમાં વ્યાવસાયિકતા વધારવા અને સમુદાય જોડાણ મજબૂત કરવા માટે છે. વિવિધ હિતધારકો સુધી પહોંચીને અને પોતાનું જ્ઞાન વહેંચીને પોલીસ કર્મચારીઓ વધુ સુરક્ષિત અને સમાવીશક સમાજ રચવાનો પ્રયાસ કરી રહ્યા છે. RRU ખાતે 100 કલાકની પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ રાજસ્થાન પોલીસ અધિકારીઓને યુનિવર્સિટી દ્વારા ક્ષમતાવર્ધક તાલીમનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande