પોરબંદરમાં SVAP અંતર્ગત રંગોળીથી મતદાન જાગૃતિનો સંદેશ.
પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં SVAP કાર્યક્રમ અંતર્ગત સેન્ટ મેરી સ્કૂલ ખાતે શાળાની વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફ દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ આપતી આકર્ષક અને અદભુત રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર એસ.ડી. ધાનાણી
પોરબંદરમાં SVAP અંતર્ગત રંગોળીથી મતદાન જાગૃતિનો સંદેશ.


પોરબંદરમાં SVAP અંતર્ગત રંગોળીથી મતદાન જાગૃતિનો સંદેશ.


પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં SVAP કાર્યક્રમ અંતર્ગત સેન્ટ મેરી સ્કૂલ ખાતે શાળાની વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફ દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ આપતી આકર્ષક અને અદભુત રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ શાળાની મુલાકાત લઈ આ રંગોળીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા સર્જનાત્મક રીતે રજૂ કરાયેલ મતદાન જાગૃતિના સંદેશની પ્રશંસા કરી અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ મતદાર જાગૃતિનો સંદેશ આપતાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓમાં નાગરિકોની તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનના દિવસે તમામ પાત્ર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમણે અપીલ કરી હતી.

આ SVAP કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સ્વીપ નોડલ અધિકારી વી.કે. પરમાર તેમજ તેમની ટીમના સભ્યો એસ.એચ. સોની, ગૌરાંગ પોપટ સહિતના અધિકારીઓએ સક્રિય સંકલન કરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચના SVAP કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી અને ચિત્રોના માધ્યમથી મતદાનનું મહત્વ સમજાવી લોકોને જાગૃત કરવાના સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande