
અમરેલી,, 21 એપ્રિલ (હિ.સ.) સાવરકુંડલા તાલુકાના ગોરડકા નવાપરા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહસભર લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામજનો સાથે આત્મીય મુલાકાત કરી સકારાત્મક સંવાદ સાધવામાં આવ્યો હતો. ગામના લોકો સાથે સીધી વાતચીત કરીને તેમની સમસ્યાઓ, અપેક્ષાઓ અને વિકાસ સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
લોકસંપર્ક દરમિયાન ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા આવનારી ચૂંટણીમાં પક્ષને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી હતી. ગ્રામજનોમાં આશા અને વિશ્વાસનો માહોલ સ્પષ્ટ જોવા મળ્યો હતો અને લોકો ભાજપના વિકાસકાર્યોને ધ્યાનમાં રાખી સમર્થન આપવા તૈયાર હોવાનું જણાયું હતું.
આ કાર્યક્રમમાં મહેશ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને આવનારા સમયમાં વધુ સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે.
ગોરડકા નવાપરા ગામમાં જોવા મળેલો સકારાત્મક પ્રતિસાદ અને જનસમર્થન સૂચવે છે કે ભાજપ માટે આવનારી ચૂંટણીમાં જીતનો માર્ગ વધુ મજબૂત બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai