મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી માટે ‘સંકલ્પ પત્ર’ રજૂ, વિકાસનો રોડમેપ રજૂ કર્યો
મહેસાણા, 21 એપ્રિલ (હિ.સ.) મહેસાણા શહેરના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘સંકલ્પ પત્ર’ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રસંગે સંબોધનમાં જણાવાયું હતું કે રજૂ કરાયેલું મેનીફેસ્ટો માત્ર વચનો પૂરતું નથી, પરં
મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી માટે ‘સંકલ્પ પત્ર’ રજૂ, વિકાસનો રોડમેપ રજૂ કર્યો


મહેસાણા, 21 એપ્રિલ (હિ.સ.) મહેસાણા શહેરના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘સંકલ્પ પત્ર’ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રસંગે સંબોધનમાં જણાવાયું હતું કે રજૂ કરાયેલું મેનીફેસ્ટો માત્ર વચનો પૂરતું નથી, પરંતુ વિકસિત મહેસાણા માટેનો સ્પષ્ટ રોડમેપ છે.

પત્રકાર પરિષદમાં શહેરના આધુનિક વિકાસ, સુવિધાસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને જનસુખાકારીને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શહેરના માર્ગો, પાણી વ્યવસ્થા, સ્વચ્છતા અભિયાન તેમજ નાગરિકોની સુવિધા વધારવા માટેના વિવિધ પ્રયાસો પર ભાર મુકાયો હતો.

વક્તાએ જણાવ્યું હતું કે વિકાસના મુદ્દાઓ સાથે પ્રજાની વચ્ચે જઈ વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવશે. મહેસાણા શહેરને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સાથે જ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે મહેસાણાની જનતા વિકાસલક્ષી વિચારોને સમર્થન આપીને ફરી એકવાર પ્રગતિની દિશામાં પોતાનો મત આપશે. પત્રકાર પરિષદમાં શહેરના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande