
અમરેલી,21 એપ્રિલ (હિ.સ.) આજરોજ ભેરાઇ જિલ્લા પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ તાલુકા પંચાયત સીટોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યાપક લોકસંપર્ક અભિયાન હાથ ધરાયું હતું. ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો સાથે સીધો સંપર્ક સાધી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. ગામે ગામ જઈ કાર્યકરો દ્વારા ઘરેઘર મુલાકાત લેવામાં આવી અને લોકોની સમસ્યાઓ તથા વિકાસ સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
લોકસંપર્ક દરમિયાન ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપ પ્રત્યે વિશ્વાસનો માહોલ સ્પષ્ટ દેખાયો હતો. કાર્યકર્તાઓએ સરકારના વિકાસકાર્યો અને યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી મતદારોને ભાજપને સમર્થન આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય હીરા સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને વિકાસના આ માર્ગને વધુ મજબૂત બનાવવા માટે ભાજપને ફરીથી વિજયી બનાવવું જરૂરી છે.
સમગ્ર વિસ્તારમાં મળેલા સકારાત્મક પ્રતિસાદને જોતા ભાજપ માટે આવનારી ચૂંટણીમાં જીતનો માર્ગ વધુ સુગમ બનતો દેખાઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai