
વલસાડ, 18 એપ્રિલ (હિ.સ.) : ફેબ્રુઆરી 2026માં લેવાયેલી CBSE બોર્ડની ધોરણ-10ની પરીક્ષામાં પારડી સ્થિત શ્રી વલ્લભ આશ્રમ સ્કૂલની વિદ્યાર્થીની ક્રિષા વિસ્મયસિંહ ચાવડાએ 97.20 ટકા ગુણ મેળવી શાળામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તેમના આ ઉત્તમ પરિણામથી પરિવાર સાથે સમગ્ર ધરમપુર નગરમાં ગૌરવની લાગણી વ્યાપી છે.
ક્રિષા, ધરમપુરના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ વિસ્મયસિંહ ચાવડા તથા સિદુંબર પી.એચ.સી. ખાતે આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. રોનકબેનની દીકરી છે. તેઓ ધરમપુરની એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય જે.ડી. રાઠોડની દોહિત્રી પણ છે.
મહેનત, લગન અને નિયમિત અભ્યાસના કારણે ક્રિષાએ આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના આ ઉત્કૃષ્ટ પરિણામથી શાળા પરિવાર, શિક્ષકો તથા મિત્રવર્તુળમાં આનંદની લાગણી છવાઈ છે.
આ પ્રસંગે ધરમપુરના નાગરિકો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ક્રિષાને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha