લાઠી સિવિલ હોસ્પિટલ પાછળથી વિદેશી દારૂ ઝડપાયો, 75 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
અમરેલી, 18 એપ્રિલ (હિ.સ.) લાઠી ખાતે ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિવિલ હોસ્પિટલના પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, લાઠી પોલીસે એક ફોરવ્હીલ કારમાંથી કુલ 238 નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી છે. આ સમગ્
લાઠી સિવિલ હોસ્પિટલ પાછળથી વિદેશી દારૂ ઝડપાયો, 75 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત


અમરેલી, 18 એપ્રિલ (હિ.સ.)

લાઠી ખાતે ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિવિલ હોસ્પિટલના પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, લાઠી પોલીસે એક ફોરવ્હીલ કારમાંથી કુલ 238 નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી છે. આ સમગ્ર મુદ્દામાલની કિંમત અંદાજે રૂપિયા 75,572 જેટલી હોવાનું જણાવાયું છે.

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પોલીસને શંકાસ્પદ હાલતમાં હોસ્પિટલના પાછળના વિસ્તારમાં ઉભેલી કાર અંગે માહિતી મળી હતી. તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવતા પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી અને સમગ્ર જથ્થો જપ્ત કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ કાર સિવિલ હોસ્પિટલના ડાયલિસીસ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા એક કર્મચારીની હોવાની સંભાવના છે. આ માહિતી મળતા કેસ વધુ ગંભીર બન્યો છે, કારણ કે સરકારી હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે.

પોલીસે કાર સાથે દારૂ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. વિદેશી દારૂ કોણનો છે, ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે. સાથે જ આ મામલે સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.

આ ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે અને કાયદો-વ્યવસ્થા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. હવે જોવાનું રહ્યું કે, પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે અને જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande