મહાદેવનગરમાં પોલીસનો દરોડો : 30 હજારથી વધુનો ઇંગ્લિશ દારૂ જપ્ત, આરોપી ફરાર
ભાવનગર,18 એપ્રિલ (હિ.સ.) ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે જ ક્રમમાં બોર તળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે આખલો
રેડ


ભાવનગર,18 એપ્રિલ (હિ.સ.) ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે જ ક્રમમાં બોર તળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે આખલોલ જકાતનાકા પાસે આવેલ મહાદેવનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે.

આ બાતમીના આધારે પોલીસ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરતા મહાદેવનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ રૂપિયા 30,530 નો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થો કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે, પોલીસની આ કામગીરી દરમિયાન આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે અને તેની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને સંગ્રહ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે સતત પેટ્રોલિંગ અને દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે.

આ બનાવને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande