

અમરેલી, 18 એપ્રિલ (હિ.સ.) : લાઠી અને ચાવંડ વચ્ચે આવેલા માર્ગ પર એસટી બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર લાલજીભાઈ ચૌહાણ (ઉંમર આશરે 36 વર્ષ)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક બોટાદ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અકસાન એટલો ગંભીર હતો કે બાઈક સવારને બચાવવાની કોઈ તક મળી નહોતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકત્ર થયા અને પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલા જીતુ વાઘાણી તેમજ ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાએ પોતાની ગાડી રોકી માનવતા દાખવી હતી. તેમણે તાત્કાલિક મદદરૂપ બની મૃતદેહને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયું છે. સ્થાનિક લોકો દ્વારા રસ્તાની સલામતી અંગે ફરી એકવાર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai