અખાત્રીજ જૈન મેળાને અનુલક્ષીને પાલીતાણા શહેરના કેટલાક રસ્તાઓને 'એકમાર્ગીય' રસ્તા જાહેર કરાયાં.
ભાવનગર, 18 એપ્રિલ (હિ.સ.) આગામી 19 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે.જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ન જાય તેમજ ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય, અકસ્માતો થતા નિવારી શકાય તે મ
અખાત્રીજ જૈન મેળા


ભાવનગર, 18 એપ્રિલ (હિ.સ.) આગામી 19 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે.જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ન જાય તેમજ ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય, અકસ્માતો થતા નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન રખાવવું જરૂરી હોય જેથી ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ પાલીતાણા શહેરમાં કેટલાંક રસ્તાઓને 19 એપ્રિલના સવારના 8 કલાક થી 20 એપ્રિલના 24 કલાક સુધી 'એકમાર્ગીય' રસ્તા જાહેર કર્યાં છે.

જાહેરનામાં અનુસાર, સોનગઢથી પાલીતાણા શહેર તરફ આવતા રસ્તાને પાલીતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા વાહનોને ભાવનગર રોડ રેલ્વે કોસીંગથી જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઈ સરદારનગર ચોકડી થઈ, ગારીયાધાર રોડ, ત્રણ રસ્તા થઈ સિંધી કેમ્પ, મહાવીર પેટ્રોલ પંપ થઈને છેલ્લા ચકલા પાલીતાણા હાઈસ્કુલ પાર્કીંગ મેદાન સુધી.પાલીતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલીતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલપંપ માનસિંહજી હોસ્પીટલ છેલ્લા ચકલાથી પાલીતાણા હાઈસ્કુલ પાર્કીંગ મેદાન સુધી.

પાલીતાણા હાઈસ્કુલથી આરીસાભુવન સામે થઈ સાદડી ભુવન ધર્મશાળા સામે થઈ ભીલવાડા, વણકરવાસ, લાવારીસ એસ.ટી. સ્ટેન્ડ, બ્રીજ ઉપરથી થઈ સીધા જ બજરંગદાસ બાપા ચોક થઈને બહાર જવાનું રહેશે.તેમજ પાલીતાણા હાઈસ્કુલથી છેલ્લા ચકલા સુધી કોઈ વાહન પાછું આવી શકશે નહીં કે પાર્કિંગ કરી શકશે નહીં.આ જાહેરનામાની જોગવાઈમાંથી પોલીસ વિભાગના, મહેસુલ વિભાગના તેમજ જાહેર સુખાકારી માટે નગરપાલિકાએ મુકેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande