પોરબંદર માં મહિલાને અડપલા કરનાર શખ્સ ઝડપાયો.
પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.) પોરબંદરના લકડીબંદરના પુલ પાસે ભરબપોરે બે વાગ્યે મહિલા સાથે અડપલા કરીને એક ઇસમ નાશી જતા પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરીને મારવાડીની ધરપકડ કરી હતી. પોરબંદરમા મચ્છીકામની મજૂરીએ જતી એક મહિલાએ એવી પો
પોરબંદર માં મહિલાને અડપલા કરનાર શખ્સ ઝડપાયો.


પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.) પોરબંદરના લકડીબંદરના પુલ પાસે ભરબપોરે બે વાગ્યે મહિલા સાથે અડપલા કરીને એક ઇસમ નાશી જતા પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરીને મારવાડીની ધરપકડ કરી હતી.

પોરબંદરમા મચ્છીકામની મજૂરીએ જતી એક મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી - હતી છે કે 15 -4ના બપોરે 2 વાગ્યે તેઓ પોતાનું મજૂરીકામ પૂરુ કરીને ઘરે જતા હતા ત્યારે લકડીબંદરના પુલ પાસે ગૌધનને લીલોચારો નાખવાની જગ્યાએ કોલીખડાનો ખેતો લાલજી ચૌહાણ નામનો મારવાડી ઇસમ ઉભો હતો જેણે આ મહિલાને તારી છાતી તો બહુ મોટી છે કહી તેની છાતી ઉપર હાથ ફેરવીને છેડતી કરી હતી. એટલું જ નહીં પરંતુ તેને અડપલા કર્યા બાદ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો પણ ઉચ્ચાર્યા હતા. તથા બીભત્સ માંગણી કરી હતી ત્યારબાદ તેને ગાળો દઈને નાશી ગયો હતો. તેથી એટ્રોસીટી એકટ હેઠળની કલમો હેઠળ ગુન્હો દાખલ 1 કરવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવમાં તાત્કાલિક તપાસ હાથ ધરીને મારવાડી ઈસમની ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande