
વલસાડ, 18 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગાંધીવાડી વિસ્તારમાં આનંદનગર ચાર રસ્તા પાસે મુજબીન સુદ્દીકીની ચાલમાં રહેતો ૨૫ વર્ષીય યોગેશ છગનભાઈ ભાનુશાલી તા. ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયો હતો અને ત્યારથી ગુમ છે. ગુમ થયેલ યોગેશ મધ્યમ બાંધો, ઘઉંવર્ણ તથા આશરે પાંચ ફૂટ ઊંચાઈ ધરાવે છે. તેના ડાબા હાથ પર અંગ્રેજીમાં ‘Yogesh’ લખાયેલું છે. ગુમ થતા સમયે તે લીલા રંગનું ટી-શર્ટ અને લીલા રંગનો ચડ્ડો પહેરેલો હતો. તેને કચ્છી, હિન્દી, ગુજરાતી તેમજ ભોજપુરી ભાષાઓ આવડે છે.
યોગેશ અંગે કોઈપણ માહિતી મળે તો ઉમરગામ પોલીસ મથકનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. પોલીસ દ્વારા ફોન નં. 70164 54078 તેમજ તપાસ અધિકારીના મોબાઇલ નં. 98255 04500 પર માહિતી આપવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha