હારીજ ખાતે ભગવાન શ્રી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) હારીજ ખાતે ભગવાન શ્રી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા ગામ દરવાજા સ્થિત રામજી મંદિરથી પ્રસ્થાન કરી, રથમાં ભગવાન પરશુરામને બિરાજમાન કરીને પૂજા-અર્ચન
હારીજ ખાતે ભગવાન શ્રી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.


પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) હારીજ ખાતે ભગવાન શ્રી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા ગામ દરવાજા સ્થિત રામજી મંદિરથી પ્રસ્થાન કરી, રથમાં ભગવાન પરશુરામને બિરાજમાન કરીને પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

આ ભવ્ય શોભાયાત્રા મુખ્ય બજાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વાજતેગાજતે ફરી હતી. શોભા યાત્રાનો નગરજનોએ ભક્તિભાવથી દર્શન કરીને આનંદ વ્યક્ત કર્યો. એક બગીમાં ભગવાનની વેશભૂષામાં વ્યક્તિ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

અંતે આ ભવ્ય શોભા યાત્રા વાજતે ગાજતે મંદિર પરત ફરતાં આરતી-પૂજા કરવામાં આવી અને ભોજન પ્રસાદનું વિતરણ થયું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા, જેમાં બહેનોએ ગરબા રમીને ઉત્સાહભેર ઉજવણી કરી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande