નાની રાજસ્થળીમાં AAPની ગ્રામસભા: ગોપાલ ઇટાલીયા અને રાજુભાઈ સોલંકીની હાજરીમાં ઉમેદવારોને સમર્થન.
ભાવનગર,19 એપ્રિલ (હિ.સ.)ભાવનગર જિલ્લાના નાની રાજસ્થળી ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવારોના સમર્થનમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા તથા પ્રદેશ કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા
આમ આદમી પાર્ટી


ભાવનગર,19 એપ્રિલ (હિ.સ.)ભાવનગર જિલ્લાના નાની રાજસ્થળી ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવારોના સમર્થનમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા તથા પ્રદેશ કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ગ્રામસભા દરમિયાન પક્ષના આગેવાનો દ્વારા ગામલોકોને સંબોધિત કરતાં વિકાસલક્ષી મુદ્દાઓ, શિક્ષણ, આરોગ્ય અને પારદર્શક શાસનની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે પક્ષના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરી હતી. ગ્રામજનોને AAPના ઉમેદવારોને મત આપી પરિવર્તન લાવવાનું આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષના વિચારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. ગ્રામસભા અંતે ઉમેદવારોના સમર્થનમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ રીતે નાની રાજસ્થળી ખાતે યોજાયેલી આ ગ્રામસભાએ, સ્થાનિક રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે અને આવનારી ચૂંટણી માટે પક્ષને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande