
કોકરાઝાડ (અસમ), નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.) અસમના કોકરાઝાડ જિલ્લા અંતર્ગત ગોસાઈગાંવ સબ-ડિવિઝનના શ્રીરામપુરમાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને અંદાજે બે કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થો જપ્ત કર્યા છે.
સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે, પોલીસે ગુપ્ત બાતમીના આધારે સિલચરથી રાજસ્થાન તરફ જઈ રહેલા એક લક્ઝરી વાહનને ગઈકાલે રાત્રે રોક્યું હતું. તપાસ દરમિયાન વાહનના ગુપ્ત ખાનામાંથી અફીણના 25 પેકેટ મળી આવ્યા હતા.
આ મામલે રાજસ્થાનના જોધપુરના રહેવાસી કૃષ્ણા રામ પ્રજાપતિની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી મળી આવેલા નશીલા પદાર્થોને જપ્ત કરી લેવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે, આ તસ્કરી ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકોની ઓળખ કરવા માટે તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ