આયાત ઘટાડવી અને પ્રદૂષણ ઓછું કરવું, સરકારની પ્રાથમિકતા: ગડકરી
નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે, દેશની પરિવહન ઇકોસિસ્ટમને આધુનિક, સુરક્ષિત અને ટકાઉ બનાવવાની દિશામાં સરકાર ઝડપથી કામ કરી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય આયાત ઘટાડવી, સસ્તું અને પ્રદૂ
નિતીન


નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે, દેશની પરિવહન ઇકોસિસ્ટમને આધુનિક, સુરક્ષિત અને ટકાઉ બનાવવાની દિશામાં સરકાર ઝડપથી કામ કરી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય આયાત ઘટાડવી, સસ્તું અને પ્રદૂષણ મુક્ત પરિવહન ઉપલબ્ધ કરાવવું તથા તેને સ્વદેશી બનાવવાનો છે.

ગડકરીએ અહીં ઇન્ડિયા હેબિટાટ સેન્ટરમાં ઇન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જી (આઇએફજીઈ) ના ‘ગ્રીન ટ્રાન્સપોર્ટ કોન્ક્લેવ: સસ્ટેનેબલ અને ગ્રીન મોબિલિટીના ભવિષ્ય તરફ ગતિ’ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આજે દેશમાં કુલ ઈંધણની જરૂરિયાતના 87 ટકા આયાત કરવામાં આવે છે, જેની કિંમત લગભગ 22 લાખ કરોડ રૂપિયા છે. પશ્ચિમ એશિયા સંકટને કારણે આ આયાત પર નિર્ભરતાના પરિણામો દેશને ભોગવવા પડી રહ્યા છે. આત્મનિર્ભર બનવું એ જ સૌથી મોટો ઉદ્દેશ્ય છે. નવી ટેકનોલોજી આવવાથી જૂના ઉદ્યોગોમાં અસુરક્ષાની ભાવના જન્મે છે, તેમ છતાં આયાત ઘટાડવી અત્યંત મુશ્કેલ છે.

તેમણે કહ્યું કે, આ આયાતને રોકવા માટે બે બાબતો એવી છે, જેનું સમાધાન સરકાર પાસે નથી. વસ્તી અને ઓટોમોબાઇલની ઝડપથી વધતી જતી સંખ્યા. અનેક ઘરોમાં ચાર લોકો રહે છે પરંતુ વાહનોની સંખ્યા સાત કે આઠ હોય છે. સ્ક્રેપિંગ નીતિથી સારા પરિણામો મળી રહ્યા છે. કારણ કે, દેશમાં કચરાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. એલ્યુમિનિયમ, તાંબુ, પ્લાસ્ટિક, રબર અને સ્ટીલની આયાત થાય છે. જો તેમનું રિસાયક્લિંગ કરવામાં આવે તો ઓટોમોબાઇલની પડતર કિંમત 30 ટકા સુધી ઓછી થઈ જાય છે.

ગડકરીએ કહ્યું કે, જ્યારે પડતર કિંમત ઓછી થશે ત્યારે દ્વિચક્રી વાહનોની નિકાસ વધુ વધશે. હાલમાં દેશની તમામ સ્વદેશી ટુ-વ્હીલર કંપનીઓ કુલ ઉત્પાદનના 50 ટકા નિકાસ કરે છે. આ સેક્ટર રોજગાર આપનારું મોટું ક્ષેત્ર છે અને 4.5 કરોડ યુવાનોને રોજગારી આપે છે. સાથે જ આ ઉદ્યોગ જીએસટીના રૂપમાં સૌથી વધુ કર આવક આપે છે અને સૌથી વધુ નિકાસ કરતો ઉદ્યોગ પણ છે. તેમણે કહ્યું કે ભારતને આર્થિક મહાશક્તિ બનાવવામાં આ ક્ષેત્રનું મોટું યોગદાન છે.

તેમણે કહ્યું કે, આજે પ્રદૂષણ આપણી સૌથી મોટી સમસ્યા છે. અર્થતંત્ર, ઇકોસિસ્ટમ અને નૈતિકતા જો બગડી જાય તો સ્થિતિ ઘણી ખરાબ થઈ જાય છે. જ્ઞાનથી સમૃદ્ધિ અને કચરામાંથી સમૃદ્ધિ, બંનેનો ઉપયોગ કરીને આપણે આગળ વધવું પડશે. આનાથી એક પછી એક નવા રસ્તાઓ ખુલતા જશે. ટકાઉ વિકાસની દિશામાં દેશ આગળ વધશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande