રાષ્ટ્રપતિએ ઓડિશાના રાઉરકેલામાં પ્લેનેટેરિયમ અને વિજ્ઞાન કેન્દ્ર સહિત અન્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
ભુવનેશ્વર, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, મંગળવારે ઓડિશાના રાઉરકેલામાં આયોજિત જાહેર સમારોહમાં પ્લેનેટેરિયમ (તારામંડળ) અને વિજ્ઞાન કેન્દ્ર તથા નિર્મલ મુંડા પરિવેશ પથનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ તેમણે આદિવાસી સંગ્રહાલય અને
રાષ્ટ્રપતિએ પ્લેનેટેરિયમ અને વિજ્ઞાન કેન્દ્ર તથા નિર્મલ મુંડા પરિવેશ પથનું ઉદ્ઘાટન કર્યું


ભુવનેશ્વર, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, મંગળવારે ઓડિશાના રાઉરકેલામાં આયોજિત જાહેર સમારોહમાં પ્લેનેટેરિયમ (તારામંડળ) અને વિજ્ઞાન કેન્દ્ર તથા નિર્મલ મુંડા પરિવેશ પથનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ તેમણે આદિવાસી સંગ્રહાલય અને એકીકૃત કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું.

સમારોહને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સુંદરગઢ જિલ્લાની પ્રાકૃતિક સુંદરતા, લોકસંસ્કૃતિ અને વિરાસત અત્યંત આકર્ષક છે. અહીંના ગાઢ જંગલો, પર્વતો, ઝરણાઓ અને નદીઓ તેની વિશેષ ઓળખ છે. સુંદરગઢની કલા અને સંસ્કૃતિએ ઓડિશાની સાંસ્કૃતિક સમૃદ્ધિને વધુ સમૃદ્ધ બનાવી છે, સાથે જ આ ક્ષેત્ર વીરો અને રમતગમતની પ્રતિભાઓની ભૂમિ પણ રહ્યું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, રોજગાર અને આજીવિકા માટે દેશના વિવિધ ભાગો, ખાસ કરીને ઓડિશાથી લોકો રાઉરકેલામાં નિવાસ કરે છે. આ શહેર એક બહુસાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઉભરીને ઓડિશાની કલા, સાહિત્ય, આદિવાસી પરંપરાઓ અને રમતોને પ્રોત્સાહન આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.

તેમણે કહ્યું કે, રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે સમાજના દરેક વર્ગનો વિકાસ સુનિશ્ચિત થાય. આ જ દ્રષ્ટિકોણ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો આદિવાસી કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે, જેનાથી સુંદરગઢ જેવા આદિવાસી બહુલ જિલ્લાઓમાં વિકાસની ગતિ તેજ થઈ રહી છે અને સમુદાયોના આર્થિક સશક્તિકરણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિએ લોકોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારીની અપીલ કરતા કહ્યું કે, તમામ નાગરિકોએ આગળ વધવાની સાથે સાથે અન્ય લોકોને પણ આગળ વધારવામાં સહયોગ કરવો જોઈએ અને એક શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, દેશ, સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થવા પર 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેવી જ રીતે, વર્ષ 2036 માં ઓડિશા રાજ્યની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થશે. વિકસિત ઓડિશા અને વિકસિત ભારતના નિર્માણ માટે સર્વાંગી વિકાસ અને સમાજના પ્રત્યેક વર્ગની ભાગીદારી અત્યંત આવશ્યક છે.

આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિબાબુ કંભમપાટી, મુખ્યમંત્રી મોહન માઝી, કેન્દ્રીય આદિવાસી મંત્રી જુએલ ઓરામ, સ્થાનિક ધારાસભ્ય અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુનિતા મહંતો / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande