સંઘ પ્રમુખ ડૉ. ભાગવત માં ચિન્મયી સૌંદર્ય મંદિર, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થયા
- બે રાજ્યપાલ ઈન્દ્રસેન રેડ્ડી નલ્લુ અને જિષ્ણુ દેબબર્મા તેમજ મુખ્યમંત્રી માણિક સાહા પણ હાજર રહ્યા અગરતલા, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે, મંગળવારે મોહનપુરના ફકીરામુરામાં ''માં ચિન્મયી સૌ
'માં ચિન્મયી સૌંદર્ય મંદિર' પ્રાણ-પ્રતિષ્ઠા અને કુંભ-અભિષેક મહોત્સવ


- બે રાજ્યપાલ ઈન્દ્રસેન રેડ્ડી નલ્લુ અને જિષ્ણુ દેબબર્મા તેમજ મુખ્યમંત્રી માણિક સાહા પણ હાજર રહ્યા

અગરતલા, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે, મંગળવારે મોહનપુરના ફકીરામુરામાં 'માં ચિન્મયી સૌંદર્ય મંદિર' પ્રાણ-પ્રતિષ્ઠા અને કુંભ-અભિષેક મહોત્સવમાં ભાગ લીધો હતો. આ મહોત્સવમાં ત્રિપુરા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ઈન્દ્રસેન રેડ્ડી નલ્લુ અને જિષ્ણુ દેબબર્મા તેમજ મુખ્યમંત્રી માણિક સાહા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંઘના સરસંઘચાલક ડૉ. ભાગવત, ગત સોમવારે અગરતલાના મહારાજા બીર વિક્રમ વિમાનમથક પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત ચિન્મય સેવા ટ્રસ્ટના અધ્યક્ષ અને ચિન્મય મિશન આંતરરાષ્ટ્રીયના ટ્રસ્ટી અમિત રક્ષિતે કર્યું હતું.

માં ચિન્મયી સૌંદર્ય મંદિર મા ત્રિપુર સુંદરીને સમર્પિત છે. આ એક અનોખું સ્થાપત્યકીય અને આધ્યાત્મિક સ્મારક છે. મંદિરમાં તમિલનાડુથી લાવવામાં આવેલા 27 કાળા પથ્થરના સ્તંભો છે. આ સ્તંભો હિન્દુ જ્યોતિષશાસ્ત્રના 27 નક્ષત્રોના પ્રતીક છે. મંદિરને ભગવાન સાથેના જોડાણના પ્રતીક રૂપે કોઈપણ પરંપરાગત છત વગર બનાવવામાં આવ્યું છે. તેની મધ્યમાં, માં ત્રિપુર સુંદરીની 15 ફૂટ ઊંચી કાળા પથ્થરની મૂર્તિની સાથે દૈનિક પૂજા માટે માતાબારી મંદિરની શૈલીમાં બનેલી એક નાની મૂર્તિ પણ છે.

મંદિર પરિસરમાં દેવી સૌંદર્ય લહરી અને અન્ય ભક્તિ ગ્રંથોનું નકશીકામ અને લખાણ પણ છે. આનાથી મંદિરનું આધ્યાત્મિક મહત્વ વધુ વધી ગયું છે. નેપાળથી પસંદ કરવામાં આવેલા કેટલાક પૂજારીઓએ મા ચિન્મયી સૌંદર્ય મંદિર- પ્રાણપ્રતિષ્ઠા અને કુંભ-અભિષેક મહોત્સવ સંપન્ન કરાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande