પાલીતાણા ગિરીરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયન દ્વારા, યુનિયનના નામે રૂ.૨૦/- યાત્રિકો પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ
ભાવનગર, 19 એપ્રિલ (હિ.સ.)પાલીતાણા ગીરીરાજ જૈન તીર્થ ખાતે વિવિધ જૈન સંઘ અને આગેવાનો દ્વારા ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકો પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.૨૦/- ઉઘરાવવામાં આવતા હોવાની વ્યાપક રજુઆત બાબતે, ભાવનગર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણી
અખાત્રીજ જૈન મેળા


ભાવનગર, 19 એપ્રિલ (હિ.સ.)પાલીતાણા ગીરીરાજ જૈન તીર્થ ખાતે વિવિધ જૈન સંઘ અને આગેવાનો દ્વારા ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકો પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.૨૦/- ઉઘરાવવામાં આવતા હોવાની વ્યાપક રજુઆત બાબતે, ભાવનગર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂઇએ તા.૧૭/૦૪/૨૦૨૬ થી તા.૧૬/૦૫/૨૦૨૬ સુધી નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નાનુભાઈ સંચાલિત યુનિયન દ્વારા કરવામાં આવેલ.

પીટીશનમાં નામ.ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય આખરી રહેવાની શરતે પાલીતાણા ગિરીરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયન દ્વારા યુનિયનના નામે રૂ.૨૦/- યાત્રિકો પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે.જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલ ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઇપણ હેડકોન્સ્ટેબલથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા અધિકારીને અધિકાર રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande