



- પથ્થર મારાના વિડિઓ વાઇરલ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી
ભરૂચ, 19 એપ્રિલ (હિ.સ.) : ભરૂચમાં હાલ રાજકીય પક્ષોનો પ્રચાર પ્રસાર ચાલી રહયો છે. અને વોર્ડ ન.8માં ભીડભંજનની ખાડીમાં કે જે ઝુપડપટ્ટી છે તેવા વિસ્તારમાં પણ સમગ્ર માર્ગો આર.સી.સી. હોય પરંતુ કોઈકના ઈશારે અન્ય જિલ્લામાંથી ભાડાનાં મકાનમાં રહેતી મહિલા અને તેની દિકરીઓએ જમીન ઉપર રહેલા મોટા પથ્થરો ઉઠાવી પ્રચાર કરવા આવેલા ટોળા ઉપર હુમલો કરતાં લોકોમાં નાશભાગ સાથે ભયનો માહોલ ઉભો થતાં એ.ડિવીઝન પોલીસે વાયરલ વીડીયોના આધારે આવી માથાભારે મહિલાઓ સામે ગુનો દાખલ કરી તેનો ગુનાહીત ઈતિહાસ રજુ કરી ભરૂચમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રચાર કરવાની જરૂર છે.
ભરૂચ નગર પાલિકાના વોર્ડ નં.8માં ભીડભંજનની ખાડી કે જે, સોનેરી મહેલ ઢાળથી ખાડીમાં ઉતરવાના પ્રવેશદ્ધાર નજીક માથાભારે મહિલા અને તેની દિકરીઓ અન્ય લોકોને ઉશ્કેરી લાવી ભાજપાનો પ્રચાર કરવા ઉતરતા ઉમેદવારો અને તેના સમર્થકો સાથે ઝપાઝપી કરવા સાથે મહિલાઓ અને તેની દિકરીઓએ રોડ ઉપર પડેલા કોટા પથ્થરના મોટા ટુકડા ઉઠાવી ટોળા ઉપર મારી રહયા હોય જેના કારણે લોકોમાં ફફડાટ અને ભયનો માહોલ ઉભો થવા સાથે આ વિસ્તારમાં સ્લમ વિસ્તાર હોવા છતાં ભીડ ભંજનના પ્રવેશદ્ધારથી વેરાગીવાડ સુધી આર.સી.સી. રોડ અને પેવર બ્લોકના રોડ બનાવેલ હોવા છતાં અને તાજેતરમાં લાખ્ખો રૂપિયાના ખર્ચે સનરાઈઝ પાર્ક નજીકથી ભીડ ભંજન ખાડીમાં ઉતરવાના પગથિયાં પણ બનાવ્યા હોય પરંતુ અન્ય જિલ્લામાંથી ભીડ ભંજનની ખાડીમાં રહેતી મહિલા અને તેની દિકરીઓએ લોકોને ઉશ્કેરવા અને પથ્થરમારો કર્યો હોય જેમાં એક મહિલા અને તેની ત્રણ દિકરીઓ હાથમાં મોટા પથ્થર લઈ ટોળા ઉપર મારી રહી હોય તેવા વીડીયો પણ સોશ્યલ મીડીયા ઉપર વાયરલ થતાં આ વીડીયો પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહયા હોય તેમ વાયરલ વીડીયોમાં મોટા પથ્થરો ટોળા ઉપર ફેંકી હત્યાનો પ્રયાસ કરનારી વીડીયોમાં દેખાતી મહિલા અને તેની દિકરીઓ ઉપર સાચા અર્થમાં પોલીસે વીડીયોના આધારે ગુનો દાખલ કરી તેઓ જે મકાનમાં રહે છે તેના ભાડા કરાર છે કે નહીં અન્ય જિલ્લામાંથી અહીંયા ભાડાના મકાનમાં રહેવા પાછળનું કારણ શું...? અને પથ્થરથી હુમલો કરતી મહિલા અને તેની દિકરીઓના મતો આ વોર્ડમાં નિકળે છે કે કેમ...? જે પ્રાથમિક તપાસમાં પથ્થરથી હુમલો કરતાં મહિલા અને તેની દિકરીઓના મતો પણ વોર્ડ ન.8માં ન હોવાનું સામે આવતાં હાલ તો સમગ્ર વાયરલ વીડીયો મુદે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે વીડીયોમાં પથ્થરથી હુમલો કરતી મહિલાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહી હોવાની માહિતી મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જે પ્રકારે માથાભારે મહિલા મોટા પથ્થરો ટોળા ઉપર ફેકી રહી છે આ પથ્થરો કોઈને માથામાં વાગવાના કારણે મોત થયું હોત તો જવાબદાર કોણ...? જો કે ભાજપના પ્રચાર કરતાં ઉમેદવારોએ કહયું હતુંં કે આ હુમલો પૂર્વ આયોજીત કાવતરું છે આ મહિલાઓને થોડા દિવસ અગાઉ કયા રાજકીય નેતાની ઓફીસે અવર જવર કરી હતી અને શું પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલો કરવા માટે કોઈએ આ મહિલાઓને મોટી રકમ આપી છે તે તપાસનો વિષય છે અને આ મહિલાઓ જે પથ્થરોથી હુમલો કરી રહી છે તેનો ગુનાહીત ઈતિહાસ શું છે તે ચોકકસ જાણવાનો પ્રયાસ કરી રહયા છે.
ભીડભંજનની ખાડી એ એક શાંત વિસ્તાર છે અને આ વિસ્તારમાં હિન્દુ, મુસ્લિમ, ખીસ્તી સહિતના તમામ લોકો ભાઈચારા સાથે રહે છે અને આ તમામ લોકો આ વિસ્તારમાં શાંતિથી રહે છે પરંતુ અન્ય વિસ્તારમાંથી આવેલી મહિલાઓ આ વિસ્તારનું વાતાવરણ ડોરાવવાનું કૃત્ય કરતાં હોય અને આ ભીડભંજનના પ્રવેશ દ્ધારથી ખાડીના આજુબાજુના મકાનોમાં કોણે કોને મકાનો ભાડેથી આપ્યા છે કોણ જાહેરનામાંનો ભંગ કરી રહયા છે અને ભીડભંજનમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસ નાઈટ પેટ્રોલીંગ કરી મકાનમાં રહેતા લોકોના વેરીફીકેશન અને ડોકયુમેન્ટ ચકાસવામાં આવે અને વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો પોલીસે કરવાની જરૂર છે.
ભરૂચના ભીડ ભંજનની ખાડીના મોતીલાલ વિણ બાગની પાછળથી છેક ભીડભંજન હનુમાન મંદિર સુધીના ઝુપડપટ્ટીનો વિસ્તાર સરકારી જમીનમાં સ્પથાયેલો છે અને આ જમીન ઉપર ઘણાં કાચા પાકા મકાનો બનાવી વેચવાનું અને ભાડેથી આપવાનું કૌભાંડ ચલાવવામાં આવે છે અને ઘણાં અસામાજિક તત્વોએ મકાનો ગેરકાયદેસર ખરીદેલા પણ છે અને ભાડેથી પણ આશરો મેળવી રહયા હોય તેવું તપાસમાં સામે આવતા પોલીસે ખરેખર આ વિસ્તારમાં તપાસ કરી જાહેરનામાના ગુનાઓ દાખલ કરવાની જરૂર ઉભી થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ