પાટણમાં કોંગ્રેસનો પ્રચાર તેજ, વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવા
પાટણમાં કોંગ્રેસનો પ્રચાર તેજ, વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.


પાટણમાં કોંગ્રેસનો પ્રચાર તેજ, વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.


પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવારો પિન્કલકુમાર પટેલ, નેહાબેન પટેલ, આરતીબેન પ્રજાપતિ અને આકાશકુમાર ભીલના સમર્થનમાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું. ધારાસભ્યે રીબીન કાપીને કાર્યાલય ખુલ્લું મૂકી પ્રચારને ગતિ આપી.

સંબોધન દરમિયાન કિરીટ પટેલે કહ્યું કે વિરોધીઓ હારના ડરથી સમાજમાં વિખવાદ ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે યુવાનો અને વિવિધ સમાજના લોકોને એકતા જાળવવા અને ઉશ્કેરણીથી દૂર રહેવા અપીલ કરી.

તેમણે મતદારોને નિર્ભય રહી 26મી તારીખે શાંતિપૂર્ણ મતદાન કરવા અનુરોધ કર્યો. સાથે જ જણાવ્યું કે કોઈ ધમકી કે દાદાગીરી સામે યોગ્ય રીતે પહોંચી વળાશે, પરંતુ હાલ સમાજમાં શાંતિ જાળવવી સૌથી જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande