
સુરત, 19 એપ્રિલ (હિ.સ.) : સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. અસ્તાન બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું ટૂંકી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ અસ્તાન ગામના ભૂતપૂર્વ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા હતા અને યુવા નેતા તરીકે ઓળખાતા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ખરાબ રહેતા તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. આ અચાનક ઘટનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે અસ્તાન બેઠક પરની ચૂંટણી તાત્કાલિક અસરથી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે