
નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હીના દિલશાદ ગાર્ડન સ્થિત અર્વાચીન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 21 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યાથી ‘સંઘ ગંગા કે તીન ભગીરથ’ નામના વિશેષ હિન્દી નાટકનું મંચન કરવામાં આવશે. નાટકના નિર્દેશક સંજય પેંડસેએ આ જાણકારી આપી હતી.
પેંડસેએ હિન્દુસ્થાન સમાચારને જણાવ્યું કે, સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સમગ્ર દેશમાં આ નાટકનું મંચન કરવામાં આવી રહ્યું છે. ‘સંઘ ગંગા કે તીન ભગીરથ’ નાટક સંઘના પ્રથમ ત્રણ સરસંઘચાલકો- ડૉ. કેશવ બલિરામ હેડગેવાર, માધવ સદાશિવ ગોલવલકર (ગુરુજી) અને બાળાસાહેબ દેવરસના જીવન અને તેમના યોગદાન પર આધારિત છે. તેમણે જણાવ્યું કે, નાટક દ્વારા સંઘની સો વર્ષની યાત્રાને સજીવ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પેંડસેએ જણાવ્યું કે, દિલ્હીમાં આ પહેલા 15 અને 18 એપ્રિલે અલગ-અલગ સ્થળોએ નાટકનું મંચન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આજે સાંજે 6 વાગ્યે શ્યામાપ્રસાદ મુખર્જી કોલેજમાં નાટકનું મંચન કરવામાં આવશે. દિલ્હીમાં આ પછી 21 એપ્રિલ ઉપરાંત 22, 24, 25, 26 અને 28 એપ્રિલે જુદા-જુદા સ્થળોએ નાટકના મંચનનું આયોજન છે.
દિલ્હીમાં ક્યારે અને ક્યાં થશે મંચન--
- 21 એપ્રિલ: સાંજે 6 વાગ્યે, અર્વાચીન ઇન્ટરનેશનલ સ્કૂલ, દિલશાદ ગાર્ડન.
- 22 એપ્રિલ: સાંજે 4 વાગ્યે, એલટીડી ઓડિટોરિયમ, મંડી હાઉસ.
- 24 એપ્રિલ: સાંજે 6 વાગ્યે, દ્વારકા સેક્ટર ત્રણ.
- 25 એપ્રિલ: સાંજે 6 વાગ્યે, એઆઈસીટીઈ, નેલ્સન મંડેલા માર્ગ, વસંતકુંજ.
- 26 એપ્રિલ: સવારે 9 વાગ્યે, સત્યવતી કોલેજ, અશોક વિહાર.
- 26 એપ્રિલ: સાંજે 5:30 વાગ્યે, કમલા નેહરુ કોલેજ.
- 28 એપ્રિલ: સાંજે 6 વાગ્યે, શહીદ સુખદેવ કોલેજ, સેક્ટર-11, રોહિણી.
હિન્દુસ્થાન સમાચાર/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ