પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્તે નવા કૃષિ વર્ષની શરૂઆત કરી
પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્તે નવા કૃષિ વર્ષની શરૂઆત કરી. આ દિવસે ખેતીના સાધનો, બળદ અને ટ્રેક્ટરની પૂજા કરીને ધરતી માતાનું વંદન કરવામાં આવ્યું. પરંપરાગત રીતો સાથે આધુનિક ખેતી પદ્ધતિઓનું સંયોજન પણ જોવા મળ્યું
પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્તે નવા કૃષિ વર્ષની શરૂઆત કરી


પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્તે નવા કૃષિ વર્ષની શરૂઆત કરી. આ દિવસે ખેતીના સાધનો, બળદ અને ટ્રેક્ટરની પૂજા કરીને ધરતી માતાનું વંદન કરવામાં આવ્યું. પરંપરાગત રીતો સાથે આધુનિક ખેતી પદ્ધતિઓનું સંયોજન પણ જોવા મળ્યું, જ્યાં બળદની સાથે ટ્રેક્ટરને પણ કંકુ તિલક કરવામાં આવ્યું.

અખાત્રીજને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, તેથી ખેડૂતોએ પરિવારની દીકરીઓના હસ્તે પૂજાવિધિ કરાવી. તેમણે સારા પાક અને સમૃદ્ધ વર્ષ માટે પ્રાર્થના કરી. ખેતરમાં ઉગમણી દિશામાં મુહૂર્ત કરી, ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજન કરવામાં આવ્યું અને ગોળ-ધાણા વહેંચવામાં આવ્યા.

પૂજા દરમિયાન બળદ અને ટ્રેક્ટરને ચાંદલા કરી, લાલ નાડાછડી બાંધી અને શ્રીફળ વધેરવામાં આવ્યું. ત્યારબાદ ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી ઉતારી. ખેડૂતોએ આવનાર વર્ષ સુખાકારીભર્યું રહે અને કુદરત મહેરબાન રહે તેવી આશા વ્યક્ત કરી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande