
નવસારી, 19 એપ્રિલ (હિ.સ.): નવસારીના છાપરા રોડ વિસ્તારમાં આવેલ દેવલ એપાર્ટમેન્ટમાં આજે અચાનક આગ લાગતાં વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મુજબ, ઈમારતના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટમાંથી ધુમાડો નીકળતા જ રહેવાસીઓએ તરત જ સાવચેતી રાખીને બહાર નીકળી ગયા હતા. થોડા જ સમયમાં આગે તેજ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. લાંબા સમય સુધી ચાલી રહેલી કામગીરી બાદ આગને સંપૂર્ણ રીતે બુઝાવી દેવામાં આવી હતી, જેના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાયી હતી.
આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, કારણ કે ફ્લેટમાં રહેલા લોકોએ સમયસર બહાર નીકળી જવાની સમજદારી દાખવી હતી. જોકે, આગના કારણે ઘરમાં રહેલું મોટું પ્રમાણમાં સામાન બળી ગયું છે. હાલ અધિકારીઓ દ્વારા આગના ચોક્કસ કારણ અને નુકસાનના આંકલન અંગે વધુ તપાસ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે