ગાંધીનગરના ભાટ ખાતે, શ્રી ખોડિયાર માતાજીના મંદિરે શેડનું લોકાર્પણ
ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : આજરોજ ભાટ ગામ ખાતે સમસ્ત ભરવાડ સમાજના આસ્થાના ધામ એવા શ્રી ખોડીયાર માતાજી મંદિરના પટાંગણમાં, સ્થાયી સમિતિ ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ અને સ્થાયી સમિતિ પૂર્વ ચેરમેન જશવંત પટેલની ગ્રાન્ટ માંથી થયેલ, શેડના લોકાર્પણ કાર્યક્રમમા
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : આજરોજ ભાટ ગામ ખાતે સમસ્ત ભરવાડ સમાજના આસ્થાના ધામ એવા શ્રી ખોડીયાર માતાજી મંદિરના પટાંગણમાં, સ્થાયી સમિતિ ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ અને સ્થાયી સમિતિ પૂર્વ ચેરમેન જશવંત પટેલની ગ્રાન્ટ માંથી થયેલ, શેડના લોકાર્પણ કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં શેડ ઉપરાંત પંખાઓ, વોટર કુલર, આરઓ પ્લાન્ટ તથા ખુરશીઓની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ કાર્ય પૂર્ણ થવાથી સમસ્ત ભરવાડ સમાજના તમામ પરિવારોના તમામ પ્રકારના પ્રસંગો કરવામાં ખૂબ જ અનુકૂળતા રહેશે અને સમાજની ખૂબ મોટી આર્થિક બચત પણ થશે.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગરના અધ્યક્ષ આશિષભાઈ દવે, મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને હાલના ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગરના મહામંત્રી જશવંતભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અનિલ સિંહ વાઘેલા, વિવિધ સમાજના આગેવાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande