ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ, સઘન ચેકિંગ અને કડક બંદોબસ
ગીર સોમનાથ, 19 એપ્રિલ (હિ.સ.) : આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક અને સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક અને
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ, સઘન ચેકિંગ અને કડક બંદોબસ


ગીર સોમનાથ, 19 એપ્રિલ (હિ.સ.) : આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક અને સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક અને સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લાભરમાં કુલ 15 ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવી છે, જેમાં 3 આંતરરાજ્ય, 5 આંતરજિલ્લા અને 7 આંતરિક ચેકપોસ્ટોનો સમાવેશ થાય છે. તમામ ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને બ્રેથ એનાલાઈઝર તેમજ બોડી વોર્ન કેમેરાની મદદથી કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા માટે પોલીસે ખાસ દેખરેખ વધારી છે. ખાસ કરીને પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર ચીજવસ્તુઓ જિલ્લાની સીમામાં પ્રવેશ ન કરે તે માટે સીમા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

આચારસંહિતા લાગુ થયા બાદ જિલ્લામાં લગભગ 90 ટકા લાયસન્સવાળા હથિયારો જમા લેવાઈ ચૂક્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

અટકાયતી પગલાં અંતર્ગત અત્યાર સુધીમાં 2100થી વધુ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે વાહન ચેકિંગ અભિયાન હેઠળ આશરે 6000 વાહનોની તપાસ કરવામાં આવી છે.

તે ઉપરાંત જિલ્લામાં 56 હિસ્ટ્રીશીટર, 552 બુટલેગર અને 51 ગેમ્બલર પોલીસની કડક નજર હેઠળ રાખવામાં આવ્યા છે, જેથી ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ સઘન કામગીરીને કારણે ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પહેલા કડક સુરક્ષા બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

“ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવી રહી છે અને સમગ્ર જિલ્લામાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande