
ગીર સોમનાથ, 19 એપ્રિલ (હિ.સ.) : તાલાલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 56 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા થશે. તાલાલા નગરપાલિકાના કુલ છ વોર્ડની 24 બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થયું છે. પાલીકાના સુત્રોના જણાવ્યા પ્રમાણે નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ તરફ થી 24, કોંગ્રેસ 24, આમ આદમી પાર્ટી સાત, બહુજન પાર્ટી એક સાથે કુલ 56 ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. તાલાલા નગરપાલિકાના કુલ 6 વોર્ડ માટે 7781 પુરૂષ, 7272 સ્ત્રી મળી કુલ 15053 મતદારો છે.
તાલાલા નગરના વિવિધ વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલ 14 મતદાન મથકો ઉપરથી 15053 મતદારો તા.26 મીએ મતદાન કરશે. તાલાલા નગરપાલિકા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં ઉમેદવારો લોક સંપર્ક સાથે ચૂંટણી પ્રચારના ગણેશ કરતા તાલાલા નગરમાં સર્વત્ર રાજકીય માહોલ છવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ