
ગીર સોમનાથ, 19 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકનાઓના માર્ગદર્શન અનુસાર, એસ.ઓ.જી. શાખાના ઇન્યાજ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ. સુવા નાઓ તથા SOG સ્ટાફ દ્વારા કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલીંગ રાખી, બોટ ચેકીંગ દરમ્યાન કદવાર-હિરાકોટ બંદર ખાતેથી (૧) શકરપીરની મહેરબાની, (૨) અલી મદદ, (૩) યા અલી બરકત નામો લખેલ ત્રણેય બોટના માલીકો/સંચાલકોએ પોતાની બોટો લાયસન્સ/રજીસ્ટ્રેશન વગર ચલાવી તેમજ ઓનલાઇન એન્ટ્રી કરાવ્યા વગર અનઅધિકૃત રીતે, જરૂરી ટોકન મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે દરીયામાં માછીમારી કરતા મળી આવતા ઇસમો વિરુધ્ધ ગુજરાત મત્સ્યોધ્યોગ નિયમો/સુધારા-૨૦૨૦ મુજબ તથા ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ ૨૦૦૩ મુજબ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ ગુન્હોઓ રજી. કરાવી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ