
ગીર સોમનાથ, 19 એપ્રિલ (હિ.સ.) : પ્રભાસ પાટણ વિસ્તારમા સોમનાથ મંદિર આવેલ હોય જ્યાં દેશ-વિદેશથી દર્શનાથીઓ દર્શનાર્થ આવતા હોય જ્યાં દર્શનાર્થીઓની ભારે ભીડ રહેતી હોય જેમા અવાર-નવાર બાળકો/કીશોર/વુધ્ધો ગુમ થવાના બનાવ બનતા હોય તે તાત્કાલિક શોધી કાઢવા સુચના થયેલ હોય જે અનુસંધાને,
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક ના
માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.વણારકા ની તથા ગીર સોમનાથ ક્રાઇમ બ્રાંન્સ ગીર સોમનાથના પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.રાજપૂત ની રાહબરી હેઠળ પ્રભાસ પાટણ સર્વલન્સ સ્કવોડ પોલીસ સ્ટાફના તથા ક્રાઇમ બ્રાંન્સ ગીર સોમનાથ પોલીસ સ્ટાફ ગઇ તા.૧૮/૦૪/૨૦૨૬ ના રોજ ડી.જી.પી. સાહેબશ્રી ગુજરાત રાજ્યની ચુંટણીલક્ષી કોમ્બિંગ નાઇટ રાઉન્ડમા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમા હોટેલ-ધાબા ચેકિંગની કામગીરીમા હતા તે દરમ્યાન પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન જુના સોમનાથ મંદિર પાસે એક સગીર કીશોર હોટેલ ગેસ્ટ હાઉસનો રૂમ શોધતો જોવામા આવેલ હોય જે સગીર કીશોરની પુછ-પરછ કરતા તે સગીર રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના થોરડી ગામના ગોપાલભાઇ જમનાદાસ સાકરીયાનો પુત્ર હોવાનુ જણાવેલ અને પોતે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હોવાનુ જણાવેલ હોય. જેથી તાત્કાલિક રાજકોટ જીલ્લાના લોધીકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સગીર કીશોરના વાલી-વારસની ભાળ મેળવી તેમને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પુછ-પરછ કરતા આ સગીર કીશોર અવાર-નવાર ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી જતો હોવાનુ જણાવેલ તેમજ સગીર કીશોર તથા તેમના વાલીનુ કાઉન્સેલીંગ કરી સગીર કીશોરને આવુ ન કરવા સકારાત્મક સમજણ આપવામાં આવેલ તેમજ ગુમથનાર સગીર કીશોરને શોધી કાઢી તેમના પરીવાર સાથે સુખદ મિલન કરાવી આપી પોલીસ પ્રજાનો મીત્ર છે તે ખરા અર્થમા સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ