તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામની આગાખાન સ્કૂલમાં પ્રિ-પ્રાઈમરી ગ્રેજ્યુએશન ડે ની ઉજવણી થઈ
ગીર સોમનાથ, 19 એપ્રિલ (હિ.સ.) : તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામની આગાખાન સ્કૂલમાં પ્રિ-પ્રાઈમરી ગ્રેજ્યુએશન ડે ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન પ્યારઅલીભાઈ વડસરિયા તથા ઈસ્માઈલી મોમીન સમાજના મુખી કામળીયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય
તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામની આગાખાન સ્કૂલમાં પ્રિ-પ્રાઈમરી ગ્રેજ્યુએશન ડે ની ઉજવણી થઈ


ગીર સોમનાથ, 19 એપ્રિલ (હિ.સ.) : તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામની આગાખાન સ્કૂલમાં પ્રિ-પ્રાઈમરી ગ્રેજ્યુએશન ડે ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન પ્યારઅલીભાઈ વડસરિયા તથા ઈસ્માઈલી મોમીન સમાજના મુખી કામળીયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના આચાર્યએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રિ-પ્રાઈમરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું તથા વાલીઓને બાળકોને સકારાત્મક માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો. ગ્રેજ્યુએશન ડે નિમિત્તે નાનાં વિદ્યાર્થીઓએ પ્રભાવશાળી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સંસ્થાના પદાધિકારીઓના વરદહસ્તે વિધાર્થીઓને પ્રમાણપત્રો તથા ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા તમામ મહેમાનો તથા વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande