
ભાવનગર, 19 એપ્રિલ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકા ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં આવેલ વિવિધ એન્ટ્રી પોઈન્ટ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો અને ચોરાહાઓ પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ ઝુંબેશ અંતર્ગત રસ્તાઓ પર જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને ગંદકી દૂર કરવામાં આવી હતી. સાથે સાથે નાળા અને ડ્રેનેજ લાઈનની પણ સફાઈ કરવામાં આવી હતી જેથી વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય. સફાઈ અભિયાન દરમિયાન લોકોને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. જાહેરમાં કચરો ન ફેંકવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અને શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.
શહેરના એન્ટ્રી પોઈન્ટ શહેરની ઓળખ હોય છે, તેથી આ વિસ્તારો સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહે તે ખૂબ જ જરૂરી છે. નિયમિત રીતે આવી ઝુંબેશો યોજાઈ રહી છે જેથી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં આગળ વધવામાં આવે.આ રીતે મહાનગરપાલિકાની આ પહેલ શહેરની સ્વચ્છતા જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે અને નાગરિકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જવાબદારીનો ભાવ વિકસાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT