




- 20 વર્ષથી વિકાસની રાહ જોતું ભરૂચનું જામણીયા ગામ
- રસ્તો,પાણી,આરોગ્ય,વીજળી અને સ્મશાનની સુવિધાઓને લઈ ચૂંટણી બહિષ્કારનું રણશિંગું ફૂંક્યુ
- ગામના આદિવાસી પરિવારોની આક્રોશપૂર્ણ ચીમકી અમે ક્યાં સુધી આવી અવદશા સહન કરીશું?
- ગામનો રસ્તો છેલ્લા 1994 પછી 2006 માં બન્યો હતો ત્યારબાદ રીપેર પણ કરવામાં આવ્યો નથી
- દર ચોમાસામાં ગ્રામજનો સ્વ ખર્ચે રસ્તાના ખાડાનું પુરાણ કરે છે.
ભરૂચ, 19 એપ્રિલ (હિ.સ.) : એક તરફ ભારત ડિજિટલ અને સ્માર્ટ બનવાની વાતો કરી રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણીયા/મીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના જામણીયા ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધા એટલે કે પાકા રસ્તા માટે વલખાં મારી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી માત્ર વચનોના જોરે જીવતા આ ગામના લોકોએ હવે કંટાળીને આવનારી ચૂંટણીના બહિષ્કારનો મક્કમ નિર્ણય લીધો છે.
આદિવાસી બહુલ જામણીયા ગામની વસ્તી અંદાજે 2000ની છે. ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો માત્ર 3 કિમીનો રસ્તો વર્ષોથી ખોદાયેલો અને અત્યંત બિસ્માર હાલતમાં છે. ચોમાસામાં તો આ રસ્તો સંપર્ક વિહોણો બની જાય છે, જેના કારણે ગ્રામજનો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે.
800 મતદારોનું મતદાન છે .20 વર્ષથી વિકાસના માત્ર વાયદા જ થયા છે.આઝાદીના 75 વર્ષ પૂરા થયા સુવર્ણકાળ પૂરો થયો પરંતુ અહીં તો હજુ પાષાણ કાળ જ ચાલે છે.આ રસ્તે મોખડી, મીઠીબીલી અને જામણીયાના લોકો સુરત જિલ્લાના માંડવી અને ઝંખવાવ માટે ઉપયોગ કરે છે.2000 ની વસ્તી છે તેમાં આરોગ્યની પણ સુવિધા એક ટકો પણ નથી મળતી.
25 વર્ષ પહેલા જામણીયા ઝઘડિયા વાયા ઝંખવા બસ ચાલતી હતી તે પણ રસ્તાની લીધે બંધ થઈ ગઈ છે. પીવાના પાણીના બોર મોટર નથી નલ સે જલ યોજના હજુ પણ મળી નથી .2000 ની વસ્તી પણ આજે કોઈનું મૃત્યુ થાય તેને અગ્નિદાહ આપવા સ્મશાન પણ મળ્યું નથી.જ્યોતિગ્રામ 24 કલાક વીજળી મળતી નથી અને જે મળે છે તેમાં સાવ ડીમ લાઈટ હોય છે.
શિક્ષણ પર ગ્રહણ ગામના બાળકો શાળાએ જવા માટે 3 કિમીનું અંતર કાપે છે, પરંતુ રસ્તો ખરાબ હોવાને કારણે બસ છૂટી જાય છે અને તેઓ અભ્યાસથી વંચિત રહી જાય છે.આરોગ્ય અને જોખમ અત્યંત ગંભીર સ્થિતિમાં, સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડતી વખતે રસ્તામાં જ પ્રસુતિ થઈ જાય છે. અનેક બીમાર વ્યક્તિઓ સમયસર સારવારના અભાવે રસ્તામાં જ દમ તોડી દે છે.પોકળ વાયદાઓ દર પાંચ વર્ષે ચૂંટણી સમયે નેતાઓ આવે છે અને 'આ વખતે રસ્તો પાકો થઈ જશે' તેવી ખાતરી આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ કોઈ પણ અધિકારી કે નેતા ડોકિયું પણ કરતા નથી.
તાત્કાલિક રોડનું નિર્માણ 3 કિમીના કનેક્ટિંગ રોડને તાત્કાલિક મંજૂરી આપી, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી પાકો ડામર અથવા સીસી રોડ બનાવવો.પરિવહનની સુવિધા ગામના બાળકો અને નોકરિયાત વર્ગ માટે સરકારી બસ અથવા વાહન વ્યવહારની નિયમિત સુવિધા શરૂ કરવી.જવાબદારીનું નિર્ધારણ છેલ્લા 20 વર્ષથી આ રસ્તાનું કામ કેમ અટકેલું છે, તેની તપાસ કરી જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા.આરોગ્ય સુવિધા રસ્તો પાકો ન થાય ત્યાં સુધી, ગામમાં આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓની પહોંચ સુનિશ્ચિત કરવી.
ગામના વયોવૃદ્ધોથી લઈને યુવાનો સુધી, સૌ એકસૂરે કહે છે કે, અમારી ધીરજ ખૂટી છે. 20 વર્ષના જૂઠાણા બાદ હવે અમને નેતાઓના આશ્વાસનોમાં રસ નથી. જ્યાં સુધી ગામનો રસ્તો નહીં બને, ત્યાં સુધી જામણીયા ગામના એક પણ વ્યક્તિ મતદાન કરશે નહીં.
હું વાંકલ બીએ કોલેજ કરું છું.રસ્તો ખરાબ હોવાથી કોઈ વાહન મળતું નથી.3 કિલોમીટર ચાલીને રૂંધા બસ સ્ટોપ સુધી જવું પડે છે .ઘણી વખત મોડું થઈ જાય અને બસ ચૂકી જવાય છે પરત ઘરે ચાલીને આવવું પડે છે.જેથી અભ્યાસથી વંચિત રહેવું પડે છે .આવા અમારા ગામના 25 જેટલા વિધાર્થીઓની હાલત છે.ચોમાસામાં તો બોવ ઊંડા ખાડા પડી ગયા હોય છે ચાલવામાં પણ તકલીફ પડે છે.રસ્તો સૂમસામ હોવાથી તેમજ શિયાળામાં ઘરે આવતા અંધારું થઈ જતા અમને અઘટિત ઘટનાનો ડર પણ લાગે છે .સરકારને અમારી નમ્ર અરજ છે રસ્તો બનાવી આપે.
1994 માં અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા તે સમયે પ્રધાનમંત્રી સડક યોજનામાં રસ્તો બન્યો હતો.1994 ચોમાસામાં ભારે વરસાદ પડતા રેલ આવતા રસ્તાનું ધોવાણ થઈ ગયું .ત્યારબાદ 12 વર્ષ પછી 2006 માં આ રસ્તો બન્યો હતો .108 ને અમારે પેલા જ કેવું પડે કેમકે એ પણ વેલી આવી નથી શકતી બોવ દુઃખ છે.ઘણી સરકારો આવીને ગઈ પણ કઈ નહી.આઈ થિન્ક ધેર ઈઝ એ નોટ કાઈન્ડલી મિનિસ્ટ્રી ઓલ ઈઝ પોમ્પસ મેન કોઈ નિષ્ઠાવાન નથી.
અમારું ગામ અંતરિયાળ વિસ્તારમાં છે 2000 ની વસ્તી છે જેમાં 800 નું મતદાન છે.અમારા ગામમાં સરકારી બસ, આરોગ્ય કેન્દ્ર ,રસ્તો ,પાણી ,વીજળી કે સ્મશાન જેવી કોઈ સરકારી સુવિધા નથી. ધંધો રોજગાર મેળવવા ત્રણથી ચાર કિમી ચાલવું પડે છે .ગામના બીમાર માણસને દવાખાને લઈ જતા દમ તોડી નાખે છે અને પ્રસૂતા મહિલાને રસ્તે જ કસુવાવડ થઈ જાય છે રસ્તાને લીધે .સરકારે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે પરંતુ છેલ્લા 20 વર્ષથી રસ્તો નથી બન્યો બિસ્માર છે જેથી અમારી સમસ્યાનું હલ ના થાય ત્યાં સુધી અમે ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીએ છીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ