ભુજમાં સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર વીડિયો વાયરલ કરનાર યુવક ઝડપાયો: દારૂ, ગાડી અને લોખંડના પાઇપ સાથે એલસીબીનો કડક એક્શન
કચ્છ, 19 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર સખત બન્યું છે. તાજેતરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા એક યુવકને ઝડપીને કાયદાની અમલવારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આરોપી દ્વાર
Paras


કચ્છ, 19 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર સખત બન્યું છે. તાજેતરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા એક યુવકને ઝડપીને કાયદાની અમલવારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આરોપી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ગેરકાયદેસર જન્મદિવસ ઉજવણીનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા સોશિયલ મીડિયા પર સતત નજર રાખવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ઝડપી કામગીરી કરી આરોપીને પકડી પાડ્યો.

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લોટસ કોલોની વિસ્તારમાંથી પારસ રમેશગર ગુંસાઇ (ઉંમર 26, નિવાસી વાલ્મીકીનગર, ભુજ)ને ફોરવ્હીલર ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમ્યાન આરોપીની ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી બિયર, મોબાઇલ ફોન તેમજ લોખંડનો મોટો પાઇપ મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

કબ્જે કરાયેલ મુદ્દામાલમાં સમાવેશ:

વિદેશી બિયરના 2 ટીન

દારૂ હેરફેર માટે વપરાયેલી કાર (જીજે 12 એફસી 6546)

મોબાઇલ ફોન, લોખંડનો પાઇપ

આ કેસમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ તથા જી.પી. એક્ટ હેઠળ અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

આ ઉપરાંત આ ઘટનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી અજય લોહરા (લોટસ કોલોની, ભુજ) હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande