કચ્છી લહેકામાં ગુંજશે મતદાનનો સંદેશ: “૨૬ એપ્રિલે તું વોટ કરજે” જિંગલથી યુવાનોને અનોખી અપીલ
કચ્છ, 19 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આવનારી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાતા જાગૃતિ વધારવા માટે ચૂંટણી તંત્ર દ્વારા એક સર્જનાત્મક અને આધુનિક પહેલ હાથ ધરવામાં આવી છે. મતદાન પ્રત્યે લોકોમાં રસ અને જવાબદારીની
Ai 4


Ai 3


Ai 2


Ai 1


કચ્છ, 19 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આવનારી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાતા જાગૃતિ વધારવા માટે ચૂંટણી તંત્ર દ્વારા એક સર્જનાત્મક અને આધુનિક પહેલ હાથ ધરવામાં આવી છે. મતદાન પ્રત્યે લોકોમાં રસ અને જવાબદારીની ભાવના વિકસે તે માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્રએ “૨૬ એપ્રિલે તું વોટ કરજે” નામનું આકર્ષક જાગૃતિ ગીત (જિંગલ) તૈયાર કર્યું છે, જે ખાસ કરીને યુવા મતદારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના મતદાતા જાગૃતિ કાર્યક્રમ (SVAP) અંતર્ગત કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલ તેમજ નાયબ કલેક્ટર (સ્થાનિક સ્વરાજ ચૂંટણી) વિવેક બારહટના માર્ગદર્શન હેઠળ આ પહેલને સાકાર કરવામાં આવી છે. આ જિંગલમાં કચ્છી બોલીની મીઠાશ અને સ્થાનિક સંસ્કૃતિની સુગંધ સ્પષ્ટ અનુભવી શકાય છે, જે તેને વધુ અસરકારક બનાવે છે.

આ ગીતના શબ્દો, સંગીત રચના, મ્યુઝિક અરેન્જમેન્ટથી લઈને ઑડિયો રેકોર્ડિંગ અને વીડિયો મિક્સિંગ સુધીનું સંપૂર્ણ સર્જન હિરેન આર. ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. ગીતમાં નિરાલી કે. ગોસ્વામી અને પારસ કે. ગોસ્વામીએ પોતાના મધુર સ્વરથી જીવંતતા ભરી છે. સાથે જ ટેક્નિકલ સપોર્ટ વિપુલ આર. ગોસ્વામી અને નિશીથ મોદીએ આપ્યો છે, જેના કારણે આ પ્રોજેક્ટને વ્યાવસાયિક સ્પર્શ મળ્યો છે.

આ જિંગલની સૌથી ખાસ બાબત એ છે કે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વીડિયો જનરેશન કરવામાં આવ્યું છે. આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત સંગીતના મિશ્રણથી તૈયાર કરાયેલ આ પ્રસ્તુતિ યુવા વર્ગને ખાસ આકર્ષે તેવી શક્યતા છે. લોકસંગીત, શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતના અનોખા સંગમથી જિંગલને એક નવી ઊંચાઈ આપવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્રે તમામ મતદાતાઓને આહ્વાન કર્યું છે કે તેઓ લોકશાહી પ્રત્યે પોતાની ફરજ નિભાવે અને તા. ૨૬ એપ્રિલના રોજ સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા દરમિયાન મતદાન કરી લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લે.

આ નવીન પ્રયાસ માત્ર જાગૃતિ પૂરતો નથી, પરંતુ તે મતદારોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી પણ જગાવે છે—ખાસ કરીને યુવા પેઢીમાં મતદાન પ્રત્યે સકારાત્મક વલણ વિકસાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande