ભુજ LCBનો કમાલ: માત્ર 8 દિવસમાં 52 લાખની ઠગાઈની રકમ પરત – “તેરા તુજકો અર્પણ” સાબિત!
કચ્છ, 19 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં ઠગાઈ અને વિશ્વાસઘાતનો મોટો મામલો સામે આવ્યા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને માત્ર આઠ દિવસમાં જ લાખો રૂપિયાની રકમ ફરીયાદીને પરત અપાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ
Lcb


કચ્છ, 19 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં ઠગાઈ અને વિશ્વાસઘાતનો મોટો મામલો સામે આવ્યા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને માત્ર આઠ દિવસમાં જ લાખો રૂપિયાની રકમ ફરીયાદીને પરત અપાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 52 લાખની રકમ કબ્જે કરી કોર્ટના આદેશથી ફરીયાદીને પરત આપતા લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

માહિતી મુજબ, 9 એપ્રિલ 2026ના રોજ રાજસ્થાનના જોધપુર નિવાસી હિરાલાલ હપારામ ચૌધરીએ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે ભુજના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા બે આરોપીઓએ સસ્તુ સોનુ આપવાના નામે મોટા પાયે છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ ખોટા નામો ધારણ કરીને ફરીયાદીને વિશ્વાસમાં લઈ સોનાના બિસ્કિટ બજારભાવ કરતાં ઓછા ભાવે આપવાની લાલચ આપી હતી.

આરોપીઓએ અલગ-અલગ સમયે મળીને કુલ રૂ. 75 લાખ મેળવી લીધા હતા, જેમાંથી માત્ર રૂ. 14 લાખના બે સોનાના બિસ્કિટ આપ્યા હતા અને બાકીની રકમ માટે ફરી સોનુ આપવાનું કહી ટાળટૂં કરી હતી. લાંબા સમય સુધી ન તો સોનુ મળ્યું અને ન પૈસા પરત મળતા આખરે ફરીયાદીએ પોલીસનો સહારો લીધો હતો.

આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023 હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસની જવાબદારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ઝડપી તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ટ્રેસ કરી તેમની પાસેથી રૂ. 52 લાખની રકમ કબ્જે કરી લીધી. ત્યારબાદ કોર્ટના આદેશ મુજબ આ રકમ ફરીયાદીને પરત કરવામાં આવી.

આ સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. PSI એમ.એચ. શીણોલ અને એચ.આર. જેઠીની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ ઘટના પોલીસની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બની છે, જેમાં “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાચા અર્થમાં સાબિત કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande