
મહેસાણા, 19 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રામપુરા (લા) ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે. આ સંદર્ભે સાંસદ હરિભાઈ પટેલે, માનનીય કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા જનતાને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે બંને નેતાઓએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, વિકાસ અને પારદર્શક શાસન માટે ભાજપ જ એકમાત્ર વિશ્વસનીય વિકલ્પ છે. તેમણે છેલ્લા વર્ષોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગતો આપી અને આગલા સમયમાં પણ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભાજપને સમર્થન આપવાની અપીલ કરી.
કાર્યક્રમ દરમિયાન રામપુરા ગામના લોકોમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હરિભાઈ પટેલે જણાવ્યું કે રામપુરાની જનતાનો ઉમળકો અને વિશ્વાસ સ્પષ્ટ દર્શાવે છે કે લોકો વિકાસના મુદ્દે ભાજપ સાથે છે.
આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચૂંટણીને લઈને સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું અને ભાજપના ઉમેદવારો માટે મજબૂત સમર્થન જોવા મળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR