કહોડાની કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલ: શિક્ષણ સાથે સંસ્કારનું આદર્શ કેન્દ્ર
મહેસાણા, 19 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગામમાં આવેલી કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલ શિક્ષણક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા બની છે. વર્ષ 1954માં સ્થાપિત આ શાળા આજે આશરે 964 વિદ્યાર્થીઓ અને 36 શિક્ષકો સાથે ગુણવત્તાયુક્
કહોડાની કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલ: શિક્ષણ સાથે સંસ્કારનું આદર્શ કેન્દ્ર


કહોડાની કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલ: શિક્ષણ સાથે સંસ્કારનું આદર્શ કેન્દ્ર


મહેસાણા, 19 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગામમાં આવેલી કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલ શિક્ષણક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા બની છે. વર્ષ 1954માં સ્થાપિત આ શાળા આજે આશરે 964 વિદ્યાર્થીઓ અને 36 શિક્ષકો સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. આસપાસના 32 ગામોના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે.

શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને વિભાગ કાર્યરત છે, જેમાં સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ ત્રણેય પ્રવાહોમાં શિક્ષણ આપવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી શાળાએ ઉત્તમ પરિણામો નોંધાવ્યા છે. વર્ષ 2024-25માં ધોરણ 10નું પરિણામ 99.56% રહ્યું હતું, જેમાં 37 વિદ્યાર્થીઓએ A+ ગ્રેડ મેળવ્યો હતો.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતગમત, કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન થાય છે. એન.એસ.એસ. દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સેવા પ્રવૃત્તિઓ યોજાઈ વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી વિકસાવવામાં આવે છે.

શાળામાં આધુનિક લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, લાઈબ્રેરી, સીસીટીવી અને પરિવહન માટે 5 બસોની સુવિધા ઉપલબ્ધ છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે “જલારામ ઝોળી” યોજના અમલમાં છે.

આચાર્ય વિપુલકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ શાળા શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતી પ્રેરણાદાયક સંસ્થા બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande