પવન ઊર્જાથી ચાલતો પંપ: ખેરાલુના 73 વર્ષીય ખેડૂતની અનોખી શોધ
મહેસાણા, 19 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મછાવા ગામના 73 વર્ષીય ખેડૂત અને કુશળ કારિગર રમેશભાઈ પંચાલે પવન અને પાણીના પ્રવાહથી ચાલતો અનોખો પંપ બનાવી ખેડૂતો માટે નવી દિશા બતાવી છે. આ પંપ માટે વીજળી કે ડીઝલની જરૂર પડતી નથી, જેથી સિંચા
પવન ઊર્જાથી ચાલતો પંપ: ખેરાલુના 73 વર્ષીય ખેડૂતની અનોખી શોધ


મહેસાણા, 19 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મછાવા ગામના 73 વર્ષીય ખેડૂત અને કુશળ કારિગર રમેશભાઈ પંચાલે પવન અને પાણીના પ્રવાહથી ચાલતો અનોખો પંપ બનાવી ખેડૂતો માટે નવી દિશા બતાવી છે. આ પંપ માટે વીજળી કે ડીઝલની જરૂર પડતી નથી, જેથી સિંચાઈ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

ખેડૂતો સામાન્ય રીતે સિંચાઈ માટે ડીઝલ પંપનો ઉપયોગ કરે છે, જેમાં રોજના આશરે 1000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. આ સમસ્યાનો ઉકેલ તરીકે રમેશભાઈએ પ્રાકૃતિક ઊર્જા આધારિત પંપ વિકસાવ્યો છે. કેનાલના પાણીના પ્રવાહથી મોટું ચક્કર ફરે છે, જે ટ્રેક્ટરના ગિયર બોક્સ સાથે જોડાયેલું છે અને અંદાજે 540 RPM ઊર્જા ઉત્પન્ન કરીને પંપને ચલાવે છે.

આ પંપ બનાવવા અંદાજે રૂ. 3 લાખનો ખર્ચ થયો છે, પરંતુ એકવાર સ્થાપન બાદ તેમાં કોઈ વધારાનો ખર્ચ નથી. આથી ખેડૂતોને લાંબા ગાળે આર્થિક લાભ મળે છે.

રમેશભાઈ છેલ્લા 10 વર્ષથી આ પ્રયોગ પર કાર્યરત હતા. તેમની આ શોધને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તથા ધરોઈના અધિકારીઓએ પણ બિરદાવ્યું છે. પર્યાવરણમૈત્રી અને ખર્ચ બચત કરાવતી આ શોધ ખેડૂતો માટે પ્રેરણાદાયક બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande