શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુ
ભાવનગર, 19 એપ્રિલ (હિ.સ.) : પાલિતાણા પાસે શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રવાહ એ કરુણા છે તેમ મહિમા ગાયો.ગોહિલવાડના પાલિતાણા પાસે શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષે
ભાવનગર


ભાવનગર, 19 એપ્રિલ (હિ.સ.) : પાલિતાણા પાસે શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રવાહ એ કરુણા છે તેમ મહિમા ગાયો.ગોહિલવાડના પાલિતાણા પાસે શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ગાદીપતિ લાલગીરીબાપુના સંકલ્પ અને સાનિધ્ય સાથે ગઈકાલ શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને ભક્તિભાવ અને ઉમંગ સાથે રામકથા 'માનસ શિવ સંકલ્પ' પ્રારંભ થયો છે, જેમાં સંતો, મહાનુભાવો અને ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં લાભ લેવા ઉમટી રહ્યાં છે.રામચરિત માનસ ચોપાઈ પંક્તિ 'હરિ ઈચ્છા ભાવિ બલવાના...' કેન્દ્રમાં રાખી રામકથા ગાન થઈ રહ્યું છે, જેમાં બીજા દિવસે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રવાહ એ કરુણા છે તેમ મહિમા ગાયો અને પ્રારંભે શિવ સંકલ્પ એટલે શિવજીનો સંકલ્પ અને જગતનાં કલ્યાણનો સંકલ્પ એમ જણાવી કથાગાન પ્રારંભ કરેલ.

રામકથાના બીજા દિવસે કથાગાન કરતાં શ્રી મોરારિબાપુએ અથર્વ ઋષિ રુચા ગાન કરાવી અર્થ પ્રસ્તુત કર્યો અને ગુરુકૃપાથી શ્લોકને લોક સુધી પહોંચાડવા પ્રયાસ કરી રહ્યાનું જણાવ્યું. 'યસ્તે ગંધ:....' શ્લોકગાન કરાવી મોરારિબાપુએ પુરુષ, માતૃશરીર, પશુ, ઐશ્વર્ય, સ્વભાવ, અશ્વ, વીર, હરણ નાભિ, હાથી અને કન્યા, આ બધાની વિશેષ ગંધ રહેલ છે, જે મહિમા વર્ણવ્યો. વિવિધ ગંધ સુગંધ વર્ણન સાથે શ્રી મોરારિબાપુએ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ સંદર્ભે નિરૂપણ પ્રસ્તુત કર્યું. મોરારિબાપુએ ક્થા પ્રસંગ પ્રવાહ આગળ વધારતાં કથાનો હેતુ રાષ્ટ્ર જાગે, યુવાનો જાગે તે હોવાનું પણ ભારપૂર્વક ઉમેર્યું. ક્થા લાભ માટે ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે પૂરા પંથકમાંથી ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande