
નવી દિલ્હી, 19 એપ્રિલ( હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, પવન કલ્યાણ અત્યંત હિંમતવાન છે અને તેમને વિશ્વાસ છે કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે. તેમણે તેમના ઝડપથી સાજા થવાની કામના પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ એક્સ પર કહ્યું કે, તેમણે પવન કલ્યાણ સાથે વાત કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના અભિનેતા અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણની તબિયત અચાનક બગડતાં શનિવારે તેમની સર્જરી કરાવવી પડી હતી. તેઓ છેલ્લા કેટલાક મહિનાથી અસ્વસ્થ હોવાનું કહેવાય છે.
જનસેના પાર્ટીના જણાવ્યા અનુસાર, શુક્રવારે એક સત્તાવાર બેઠક દરમિયાન તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબી તપાસ અને એમઆરઆઈ સ્કેન બાદ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ