લાલગેટ વિસ્તારમાં પોલીસે MD ડ્રગ્સ સાથે યુવાનને ઝડપી પાડ્યો, નેટવર્ક અંગે તપાસ તેજ
સુરત, 19 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરમાં નશાના વેપાર સામે પોલીસ દ્વારા ‘ક્લીન સિટી’ અભિયાન હેઠળ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અભિયાન દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે સફળ કામગીરી કરતા મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક યુવાનને ઝડપી પાડી મહત્વપૂર્ણ પર
Arrest


સુરત, 19 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરમાં નશાના વેપાર સામે પોલીસ દ્વારા ‘ક્લીન સિટી’ અભિયાન હેઠળ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અભિયાન દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે સફળ કામગીરી કરતા મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક યુવાનને ઝડપી પાડી મહત્વપૂર્ણ પર્દાફાશ કર્યો છે.

માહિતી મુજબ 18 એપ્રિલ, 2026ના રોજ સાંજે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નાણાવટ વિસ્તાર નજીક એક શખ્સની હરકતો શંકાસ્પદ જણાઈ હતી. મોતીવાલા પરફ્યુમર્સની ગલી અને આસપાસના વિસ્તારોમાં તપાસ દરમિયાન તેને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી નશીલા પદાર્થ મળી આવ્યા હતા. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપી તરીકે મોહંમદ અનસ મોહંમદ સાબીર કુરેશી (ઉંમર 26)ની ઓળખ થઈ છે. તેની પાસેથી આશરે 17.240 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક સુઝુકી એક્સેસ મોપેડ, મોબાઇલ ફોન અને ડ્રગ્સ પેકિંગ માટે વપરાતી સામગ્રી મળી આવી હતી. કુલ મળીને અંદાજે ₹87,720ના મુદ્દામાલને પોલીસે જપ્ત કર્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે આ નશીલા પદાર્થો શહેરના યુવાનોમાં વહેંચવાના ઇરાદાથી લાવવામાં આવ્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને હવે ડ્રગ્સના સ્ત્રોત તેમજ સંકળાયેલા અન્ય લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande