વડાલી કેમ્પસમાં નવા કોર્સ અને સોઈલ લેબ શરૂ કરવાની તૈયારી
પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વડાલી કેમ્પસ ખાતે નવા શૈક્ષણિક સત્રથી એમએસસી આઈટી અને એમએસસી સીએ એન્ડ આઈટી (5 વર્ષીય) અભ્યાસક્રમ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કમ્પ્યુટર લેબ, અધ્યાપ
વડાલી કેમ્પસમાં નવા કોર્સ અને સોઈલ લેબ શરૂ કરવાની તૈયારી


પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વડાલી કેમ્પસ ખાતે નવા શૈક્ષણિક સત્રથી એમએસસી આઈટી અને એમએસસી સીએ એન્ડ આઈટી (5 વર્ષીય) અભ્યાસક્રમ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કમ્પ્યુટર લેબ, અધ્યાપકો અને અન્ય સુવિધાઓની ચકાસણી કરવા પાંચ સભ્યોની સમિતિ રચવામાં આવી છે.

સમિતિમાં ભાવેશભાઈ પટેલ, બિરેનભાઈ પટેલ, કોકિલાબેન પરમાર, કે.કે. પટેલ અને પારુલબેન ત્રિવેદીનો સમાવેશ થાય છે. આ ટીમ વડાલી કેમ્પસ ખાતે સુવિધાઓનું નિરીક્ષણ કરી અહેવાલ કુલપતિને સુપરત કરશે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. રોહિતભાઈ દેસાઈ સહિતના અધિકારીઓએ પણ કેમ્પસની મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત, ખેડૂતોની જમીનના નમૂનાઓની તપાસ માટે સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવાની પણ યોજના છે. સમિતિ દ્વારા આ લેબ માટેની જરૂરી સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓ અને ખેડૂતોને સીધો લાભ મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande